સુરતીઓ ઉપર વેરા વધારાનો કોંગ્રેસનો વિરોધ

0

[ad_1]

Updated: Jan 31st, 2023


– ઓક્ટરોની અવેજીમાં ગ્રાન્ટ મેળવવામાં શાસકો નિષ્ફળ રહ્યા તેથી વેરા બોજ વધ્યો તેવો આક્ષેપ

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકા કમિશનરે રજૂ કરેલા બજેટમાં 307 કરોડના વેરો વધારો ઝીંકાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વિરોધ કર્યો છે.

કોંગ્રેસના કોર્પોરેટરેએ બજેટ રજૂ થતાની સાથે જ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુરત શહેરની પ્રજાનાં હકક-અધિકાર સમા જકાત પેટે મળનાર ગ્રોથ સાથેની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી મેળવવામાં સાવ નિષ્ફળ અને શાસકો નમાલા રહ્યા છે. જેના કારણે વેરામાં વધારો કરવામાં આવ્યો છે જેથી લોકોની હાલત કફોડી થશે તેનો અમે વિરોધ કરીએ છીએ.

 વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં સુરત શહેરની ૧૨ વિધાનસભા બેઠકો ભાજપનાં ચરણે ધરનાર સુરતીઓ પર એનાં ઉપકાર પેટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ નાં બજેટમાં રૂ.૩૦૦ કરોડનો વેરો વધારો ઝીંકાશે જેનો વિરોધ કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *