– 7 વોર્ડની 28 બેઠક માટે 16 મીએ મતદાન
– બસપાએ 3 ઉમેદવાર ઉતાર્યા, અપક્ષમાંથી એકની ઉમેદવારી : 27 હજારથી વધુ મતદારો ન.પા.ના નવા શાસકો ચૂંટશે
ગારિયાધાર : ગારિયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હારનો સ્વાદ ચખાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ભાજપને નગરપાલિકાની સત્તા ઉપર પુનઃ સ્થાપિત થવા માટે કપરા ચઢાણ ચડવા પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.