જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ પરના હુમલાને લઈને વડોદરા કલેકટરને આવેદનપત્ર

0

[ad_1]

  • જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ વધ્યાં હિંદુઓ પર હુમલા
  • ઉગ્ર થઇ રહી છે જમ્મુ કાશ્મીરમાં વસતા હિન્દુઓની સુરક્ષાની માંગ
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાત મુદ્દાઓની રજૂઆત કરાઈ

જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરીને થઈ રહેલા હુમલાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જમ્મુ કાશ્મીરમાં વસતા હિન્દુઓની રક્ષા માટે વિશેષ માંગણી કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટ્યા બાદ સતત હિન્દુ પરિવારો પર હુમલા થઈ રહ્યા છે આ અંગે તંત્ર દ્વારા તમામ બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે હુમલા અટકવાનું નામ લેતા નથી ગત પહેલી જાન્યુઆરીએ જેહાદી હુમલાખોરોએ છ નિર્દોષ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા જે ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે, આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાત મુદ્દાઓની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડી હતી હિન્દુઓની સુરક્ષા માટે તેઓને હથિયારનો લાયસન્સ ઇસ્યુ કરવાના સહિત સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનીંગની માંગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *