22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગર32 લાખની પાઇપો ચોરનાર બે કોન્ટ્રાક્ટરોની સામે ફરિયાદ

32 લાખની પાઇપો ચોરનાર બે કોન્ટ્રાક્ટરોની સામે ફરિયાદ


– કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં

– પાઇપ નાંખવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોએ જ હાથફેરો કર્યો : મેનેજરની ફરિયાદ બાદ કાર્યવાહી

કલોલ : કલોલ તાલુકાના ખાત્રજ ગામે પાઇપ નાખવાનું કામ કરતી કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કંપનીની જ પાઇપો ચોરી કરવામાં આવી હતી જે અંગે કંપનીના મેનેજરે બે કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર રાજકોટની ક્લાસિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કલોલ વિસ્તારમાં પાઇપોનું કામ કરે છે તેઓ અમદાવાદ જાસપુર અને વાસજડા સુધીના માર્ગ ઉપર જલ જીવન મિશન અન્વયે પાણીની પાઇપો નાખવાનું કામ કરી રહ્યા છે આ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અમૃતસિંહ રણજીતસિંહ જાદવ રહે જાસલપુર તાલુકો કડી અને અનિલ સિંહા રહે અશોકવાટિકા કડી દ્વારા કંપનીની કુલ ૧૧ પાઇપો કિંમત રૂપિયા ૩૨,૮૪ હજારની ચોરી કરવામાં આવી હતી જે અંગે કંપનીના મેનેજર અમિતકુમાર ચૌહાણ દ્વારા બંને કોન્ટ્રાક્ટરો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય