Rajkot News : ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. યુવતી સાથે સગાઈ કર્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કર્યાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. ફરિયાદમાં લગ્નની લાલચ આપી જીત પાબારીએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનો ઉલ્લેખ કરાયો છે. જણાવી દઈએ કે, અગાઉ પોલીસે ફરિયાદ ના નોંધતા પીડિતા મીડિયા સમક્ષ આવી હતી. મીડિયામાં નિવેદન આપ્યાના 24 કલાકમાં જ ફરિયાદ નોંધાઈ છે. હજુ સુધી આરોપી જીતની ધરપકડ થઈ નથી.