રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
લગ્નની લાલચ આપી અવાર-નવાર શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો યુવતીનો આરોપ
રાજકોટ : ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.૬, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો છે.