મોરાભાગળના પરવાનેદાર અને તોલાટ સામે કાળાબજાર કરવા બદલ ફરિયાદ

0

[ad_1]

Updated: Jan 22nd, 2023

– ગરીબોનું અનાજ કાળાબજારમાં વેચી દેતા હોવાનું બહાર આવ્યા
બાદ પણ અનાજ વેચવાનુ ચાલુ રાખતા પુરવઠા અધિકારીએ કોરડો વીંઝ્યો

      સુરત

નેશનલ
ફૂડ સિકયુરીટી એકટ હેઠળ રેશનકાર્ડ ધારકોને અનાજ ફાળવવાના બદલે છેલ્લા ત્રણ
મહિનાનું અનાજ કાળાબજારમાં સગેવગે કરનાર મોરાભાગળના સરકારી વ્યાજબી ભાવના દુકાનદાર
અને તોલાટ વિરુદ્ર પુરવઠા અધિકારીના આદેશના પગલે અડાજણ મામલતદારે ૯૨ હજારનો જથ્થો
ગરીબોને ફાળવવાના બદલે વેચી દેવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

મોરાભાગળ
શારદા નગર ઝુંપડપટ્ટી વિભાગ-૨માં આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાન નં.આર-૨૪ને
લઇને જિલ્લા પુરવઠા તંત્રમાં ઢગલેબંધ ફરિયાદો આવી હતી. આ વ્યાજબી ભાવનો પરવાનેદાર
દેવીલાલ રામચંદ્ર ખટીક ગરીબોને સરકાર દ્વારા ફાળવવામાં આવતું અનાજ આપતો નથી અને
બારોબાર વેચી મારે છે. આ ફરિયાદના પગલે પુરવઠા અધિકારીને તપાસ સોંપવામાં આવતા
છેલ્લા ત્રણ મહિના ઓકટોબર થી ડિસેમ્બર સુધીમાં રૃ.૯૨ હજારનો સરકારી ઘંઉ
, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચણા, બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતુ. ત્યાર પછી પણ
દુકાનદારે કાયદાનો કોઇ પણ ડર નહીં હોય તેમ કાળાબજારમાં સરકારી અનાજ વેચવાનું ચાલુ
જ રાખ્યુ હતુ. આ વાત સુરત જિલ્લા પુરવઠા અધિકારીને ધ્યાને આવતા તેનો પરવાનો મોકૂફ
કરી દીધા બાદ પરવાનેદારની આ હિંમત બદલ અડાજણ મામલતદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા
હુકમ કર્યો હતો.

જેના
પગલે અડાજણ મામલતદાર અનિલ અમૃત પટેલે અડાજણ પોલીસ સ્ટેશનમાં વ્યાજબી ભાવના
દુકાનદાર દેવીલાલ ખટીક અને તેના તોલાટ નરેશ ચત્રભુજ ખટીક વિરુદ્ર આવશ્યક ચીજવસ્તુઓ
અધિનિયમ કલમ ૩
, ૭ મુજબ રૃ.૯૨ હજારનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કર્યાની પોલીસ ફરિયાદ
દાખલ કરતા અડાજણ પો.સ.ઇ બીપીન પરમારે તપાસ શરૃ કરી છે.

પુરવઠા તંત્રનું એન્ફોર્સમેન્ટ વિભાગ પણ ઉંઘતુ
ઝડપાયુ

મોરાભાગળની
આર-૨૪ સરકારી વ્યાજબી ભાવના દુકાનદાર દેવીલાલ ખટીક અંગે સુત્રોએ આપેલી માહિતી મુજબ
છેલ્લા ઘણા વખતથી સુરતમાં નથી અને આ દુકાનનું સંપૂર્ણ સંચાલન તોલાટ નરેશ ખટીક જ
સંભાળતો હતો. એટલુ જ નહીં પુરવઠા તંત્ર દ્વારા નોટિસ ફટકાર્યા પછી હાજર પણ થયો
નથી. આથી આ દુકાનદાર જો અહીંયા રહેતો જ ના હતો 
તો પછી પુરવઠાના એન્ફોર્સમેન્ટ વિંભાગને કેમ ખબર નહીં પડી
? તે પણ ચર્ચાનો વિષય
બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી પણ થઇ નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *