રાજકોટમાં ભાજપના નેતા સામે ફરિયાદ, પ્લોટના નામે નાણાં પડાવી છેતરપિંડી કરી

0

[ad_1]

  • સામાકાઠાના આર્યનગર માં આવેલા પ્લોટ માં 21લાખ ની છેતરપિંડી થઈ..
  • ભાજપના આગેવાનને 21લાખ ચૂકવી દીધા બાદ પ્લોટ વેચાણ લેનારને પ્લોટ ના આપ્યો
  • બિડિવિઝન પોલીસમાં ભાજપ અગ્રણી રજાક મહમદ આગવાન સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેર પોલીસ ચોપડે વધુ એક છેતરપીંડીનો બનાવ નોંધાયો છે જેમાં ફ્રૂટના ધંધાર્થીને પેડક રોડ ઉપર આવેલ 200 વારનો પ્લોટ 21 લાખમાં વેચવાનું કહી પૈસા પડાવી લઇ જમીનનો કબજો કે પૈસા પરત નહીં આપનાર શખ્શ સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

શહેરના મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતાં પરેશભાઇ રામભાઇ પરમાર ઉં.42એ રામનાથપરા જૂની જેલ રોડ નવા ઘાચીવાડમાં રહેતા ભાજપ નેતા રઝાક આમદભાઇ વિરૂદ્ધ છેતરપિંડીની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મિત્ર ભરતભાઇ જાદવ હસ્તક રઝાક સાથે ઓળખાણ થઇ હતી. તેણે પેડક રોડ ઉપર આર્યનગરમાં રેવન્યુ સર્વે નંબર 183 પૈકીની ટીપી સ્કીમ નંબર 8 એફ.પી.નંબર 189 પૈકીની બિનખેતી જમીનનો 200 વારનો પ્લોટ પોતાની માલિકીનો છે અને વેચવાનો છે. તેવું જણાવતા મને પ્લોટ ગમી જતા સોદો નક્કી કર્યો હતો 2021માં વેચાણ કરાર કરી 6 લાખ , 8 લાખના બે ચેક અને બાકીના દાગીના વેચી 21 લાખ ચૂકવી દીધા હતા.

ત્યારબાદ પણ મને પ્લોટનો કબજો આપ્યો નહતો અને દસ્તાવેજ પણ કરી આપ્યા નહોતા જેથી મેં પૈસા માંગતા મારે કિરીટ બાબીયા પાસેથી પૈસા લેવાના છે. તે તમે લઇ લેજો પરંતુ તેણે પણ પૈસા આપ્યા ન હતા બાદમાં રઝાકે હું 60 દિવસમાં પૈસા આપી દઇશ તેવી પ્રોમીસરી નોટ લખી આપી હતી જે સમય પણ ગત 13/11/2022ના રોજ પૂરો થઇ ગયો હતો છતાં પૈસા પરત નહીં મળતા અંતે ફરિયાદ નોંધાવતા પીઆઈ બીજી બારોટ તપાસ ચલાવી રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *