સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ‘તરંગ પોસ્ટ સર્વિસ'નો પ્રારંભ

0

[ad_1]

  • આ સેવા થકી ટપાલ કે પાર્સલ માત્ર 7 કલાકમાં પહોંચાડી શકાશે
  • ભારતીય પોસ્ટ દ્વારા દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવશે ટપાલ
  • સુરતથી ભાવનગર ટપાલ પહોંચાડવા 32 કલાકનો સમય લાગતો

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વધુ એક નવતર રાયસ હાથ ધરવામાં આવ્યો છે. સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસના માધ્યમથી હવે તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ કરવામાં આવી છે. લોકસભા સાંસદ અને સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો અને તરંગ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોસ્ટ વિભાગ હવે હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસના માધ્યમથી લોકોને ટપાલ અને પાર્સલ પહોંચાડશે. એક સમયે જ્યારે, સુરતથી ભાવનગર ટપાલ કે પાર્સલ પહોંચાડવા 32 કલાકનો સમય લાગતો હોય હતો તે સમય હવે તરંગ પોસ્ટ સેવાના માધ્યમથી 7 કલાકનો થઈ જશે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા હરહમેશ નવી નવી સેવાઓ લોકો માટે કાર્યરત કરવામાં આવતી રહે છે. ત્યારે ભારતીય પોસ્ટ દ્વારા દરિયાઈ માર્ગે ટપાલ તેમજ અલગ અલગ પાર્સલો મોકલવાનો નવતર પ્રયોગ સુરતના હજીરાથી શરૂ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સેવાને તરંગ પોસ્ટ નામ આપવામાં આવ્યું છે અને હજીરાથી ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગે રોરો ફેરી સર્વિસ દ્વારા ટપાલ તેમજ પાર્સલોનું તરંગ પોસ્ટના માધ્યમથી પરિવહન થશે. રો-રો ફેરી સર્વિસનીની સાથે તરંગ પોસ્ટ સેવા કાર્યરત થઈ હોવાના કારણે જે ટપાલ અને પાર્સલ સુરતથી ભાવનગર પહોંચવામાં 32 કલાક લાગતો હતો તે હવે માત્ર 7 કલાકમાં પહોંચી શકશે.

લોકસભા સાંસદ અને રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા તરંગ પોસ્ટ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે તરંગ પોસ્ટ સર્વિસ અંતર્ગત સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ તેમજ પાર્સલો પોસ્ટ વિભાગના મેલ મોટર સર્વિસ વાહન દ્વારા લઈ જવામાં આવશે. ત્યારબાદ આ ટપાલ અને પાર્સલ રોરો ફેરીમાં મૂકી તેને ઘોઘામાં લઈ જવામાં આવશે ત્યારબાદ અન્ય વાહન ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં આ ટપાલ તેમજ પાર્સલ પહોંચાડશે. પોસ્ટ વિભાગ રેલ પરિવહન, માર્ગ પરિવહન અને હવાઈ પરિવહનની સાથે દરિયાઈ માર્ગે ટપાલ તેમજ પાર્સલનું પરિવહન કરવામાં પણ આગળ આવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *