રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, હવામાન વિભાગે માવઠાની આગાહી કરી

0

[ad_1]

  • આગામી પાંચ દિવસ ઠંડી રહેવાની શક્યતા
  • આજે પણ રાજ્યમાં માવઠાની આગાહી
  • મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાત રાજ્યમાં માવઠાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જેમાં આગામી પાંચ દિવસ ઠંડી રહેવાની શક્યતા છે. આજે પણ રાજ્યમાં માવઠાની આગાહી છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તેમજ માવઠા સાથે પ્રજાને માથે ઠંડીનો બેવડો માર પડી રહ્યો છે.

નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ઉલ્લેખનીય છે કે નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તથા અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 12 ડિગ્રી, વડોદરામાં 15 ડીગ્રી તાપમાન રહ્યું છે. તથા સુરતનુ તાપમાન 18 ડિગ્રી રહેવાની સંભાવના છે. સાયક્લોનિક સરક્યુલેશનની રાજ્યભરમાં અસર વર્તાઇ છે. જેમાં કમોસમી વરસાદને કારણે વાતવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ધુમ્મસની ચાદર પથરાઇ છે.

વાહન ચાલકોને વાહન ચલાવવામા તકલીફ પડી
અમદાવાદમાં વિઝીબીલીટી ઘટી છે. તેમજ વાહન ચાલકોને વાહન ચલાવવામા તકલીફ પડી રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. દરમિયાન આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ભરશિયાળે વરસાદી માહોલને કારણે બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એજ કારણ છેકે, દવાખાનાઓ હાલ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ત્યારે લોકોએ પણ આ ડબલ સિઝનમાં સર્તક રહેવાની જરૂર છે. અને જરૂર વિના ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ એવી સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *