નાળિયેર પાણી અને લીંબુ પાણીમાં રહેલા પોષક તત્વો તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હેલ્થ એક્સપર્ટ ગરમીમાં આ બંને ડ્રીંક્સ પીવાની સલાહ આપે છે. શું તમે પણ જાણવા ઈચ્છો છો કે આ બંને ડ્રીંક્સમાંથી તમારી હેલ્થ માટે કયું ફાયદાકારક છે?
નારિયેળ પાણી પીવાના ફાયદા
ઉનાળાની ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે તમે તમારા રોજના ડાયટ પ્લાનમાં નાળિયેર પાણીને એડ કરી શકો છો. એસિડીટીમાંથી છૂટકારો મેળવવા માટે તમે નાળિયેર પાણી પી શકો છો. નાળિયેળ પાણીમાં રહેલા તત્વો તમારી શુષ્ક સ્કીનને મોસ્ચ્યુરાઈઝ કરી શકે છે.
લીંબુ પાણીના પીવાના ફાયદા
લીંબું પાણીમાં વિટામિન સી ની સારી એવી માત્રા જોવા મળે છે. જો તમે વીક ઈમ્યુનિટીને કારણે વારંવાર બિમાર પડી રહ્યા છો, તો તમારે રોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. બોડીને ડિટોક્સ કરવા માટે તમે લીંબુ પાણીને રોજના ડાયટનો હિસ્સો બનાવી શકો છો. લીંબુ પાણી સ્કીનની સુંદરતા વધારવામાં પણ ઉપયોગી થઈ શકે છે?
કયુ ડ્રીંક છે વધારે ફાયદાકારક?
નારિયેળ પાણીમાં લીંબું પાણીની સરખામણીમાં વધારે નેચરલ ઈલેક્ટ્રોલાઈટ્સ રહેલા છે. આ કારણે શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે નારિયેળ પાણી વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પણ જો તમે વેઈટ લોસ કરવા માંગતા હોવ તો નાળિયેર પાણીની જગ્યાએ લીંબું પાણી વધારે ફાયદાકારક રહે છે. આ ઉપરાંત ઈનસ્ટન્ટ એનર્જી માટે લીંબુ પાણીની સરખામણીમાં કોકોનટ વોટર વધારે અસરકારક સાબિત થઈ શકે છે.