ઓડિશાના CM પટનાયક એપોલો હોસ્પિટલ પહોંચ્યા, આરોગ્ય મંત્રીની હાલત નાજુક

0

[ad_1]

  • ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કુમાર દાસ પર જીવલેણ હુમલો થયો હતો
  • CM પટનાયકે એપોલો હોસ્પિટલમાં નબા દાસના પુત્રને મળી સાંત્વના પાઠવી
  • મુખ્યમંત્રી નવીન પટનાયકે આરોગ્ય મંત્રી નબા દાસ પર હુમલાની નિંદા કરી

ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કુમાર દાસ પર જીવલેણ હુમલો થયો છે. તેમને ગોળી વાગતાં ઘાયલ થયા હતા. હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદન પણ બહાર આવ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે આરોગ્ય મંત્રીના જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી છે.

આ ઘટના ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. તેમને ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ તેમને છાતીમાં ગોળી વાગી હતી. નબા દાસની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમને ઝારસુગુડા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી નબા દાસને ભુવનેશ્વર લાવવામાં આવ્યા. તેમને અહીંની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

CM નવીન પટનાયક મંત્રી નબા દાસના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછવા ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં તેમણે તબીબો સાથે વાતચીત કરી અને મંત્રીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યમંત્રી નવીન પટનાયક એપોલો હોસ્પિટલમાં નબા દાસના પુત્રને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. સાથે જ આરોપી પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *