ખેડૂતો માટે આવનારા વર્ષમાં યોજનાઓ અમલમાં મૂકવા CM ભૂપેન્દ્ર પટેલની બેઠક

0

[ad_1]

  • ખેડૂતો માટે થયેલા કામો મુદ્દે બેઠકમાં ચર્ચા
  • RBIના રીજનલ ગવર્નર સહિત અધિકારીઓ ઉપસ્થિત
  • નાબાર્ડ સાથે જોડાયેલા અધિકારીઓ બેઠકમાં હાજર

રાજ્યના ખેડૂતો માટે આવનાર વર્ષમાં યોજનાઓ તથા ગત વર્ષના થયેલા કામો બાબતે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2023-24 સ્ટેટ ફોક્સ પેપર સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતો માટે થયેલા કામો મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે આવનારા વર્ષમાં કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી શકાય તે માટે યોજનાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. RBIના રીજનલ ગવર્નર, નાબાર્ડ સાથે જોડાયેલા અધિકારીઓ તેમજ કનુ દેસાઈ, બચૂ ખાબડ, જગદીશ વિશ્વકર્મા બેઠકમાં હાજર રહ્યા હતા.

નાબાર્ડની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નાનામાં નાનો માણસ મુખ્ય પ્રવાહમાં જોડાય તેવો પ્રયાસ છે. માછીમારો, પશુપાલકોને વધુ ધિરાણ આપવા નાબાર્ડને અપીલ છે. કિસાન પત્ર જેવી યોજના પણ અમલમાં લાવવા સૂચન છે. નાબાર્ડને સરકારની મદદ જોઈતી હોય તો સરકાર તૈયાર છે. કિસાનપત્રથી ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી શકે છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *