જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, લઈ શકે છે આ નિર્ણય

0

[ad_1]

વિદ્યાર્થીઓની માંગણીને લઈ તેમના પ્રશ્નો પર ચર્ચા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલાવી બેઠક

બેઠક બાદ થોડા સમયમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરે તેવા અનુમાન

Updated: Jan 29th, 2023

Image Twitter

ગાંધીનગર, તા. 29 જાન્યુઆરી 2023, રવિવાર

રાજ્યમા વારંવાર પેપર ફુટવાની બનતી ઘટનાથી રાજ્ય સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. ઉમેદવારો સરકાર પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. જેથી CM ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક મહત્વની બેઠક બોલાવી છે. આ સાથે રાજ્યમા વારંવાર પેપર ફુટવાની બનતી ઘટના મામલે રાજ્ય સરકાર આવનારાં બજેટ સત્રમાં કાયદો લાવે તેની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓની સામે એક્શન લઈ શકે તેવા સમાચાર છે. આ મુદા અંગે મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યાં છે. હવે થોડા સમયમાં જ આ અંગે સરકાર શું જાહેરાત કરે છે તે જોવાનું રહ્યુ છે. 

રાજ્યમાં જુનિયર ક્લાર્કનુ પેપર ફુટવાથી  9 લાખથી વધારે ઉમેદવારો રઝળ્યા

આજે રાજ્યમાં 9 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. પરંતુ તેની આગલી રાતે જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયુ હતું અને આ કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ જતા લાખો ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પરીક્ષા મામલે ગુજરાતમાં કેટલાક ઉમેદવારો દ્વારા અનેક જગ્યાએ ચક્કાજામ પણ કર્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ્દ થવા મામલે સરકાર દ્વારા મોટા આદેશ આપવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપ્યા છે. આ અંગે પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

રાજ્યમાં આજે પેપર ફૂડવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય બાદ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ સરકાર પર ચાબખા માર્યા હતા. આ મુદ્દે તેણે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે આ પેપર નહીં પણ ભાજપની સરકારે ગુજરાતના યુવાનનું ભવિષ્ય ફોડવાનુ ફરી એકવાર પાપ કર્યુ છે. છેલ્લા પાછલા વર્ષોમાં પેપર ફૂટવાની પરંપરા રહી છે અને એક બે નહી પરંતુ 20થી વધુ વખત પેપર ફોડ્યા છે. આ સરકારને 156 સીટનું અભિમાન આવી ગયુ છે. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યુ હતું કે ભાજપ સરકારમાં બેઠેલા લોકો દ્વારા આ પેપર ફોડીને પોતાના મળતીયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *