વડોદરા MSUમાં અણધડ વહીવટ: ધો.12માં નાપાસ વિદ્યાર્થિનીને પ્રવેશ આપ્યો

0

[ad_1]

  • યુનિવર્સિટીના સત્તાધિશોએ વિદ્યાર્થીનીની ફી સ્વીકારી રીસીપ્ટ આપી
  • વિદ્યાર્થિની PNR નંબર લેવા પહોંચતા ભાંડો ફુટ્યો
  • તપાસ કરતા ભૂલથી એડમિશન આપ્યું હોવાની વાત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો વધુ એક અણધડ વહીવટ સામે આવતા ફરી એક વખત એમ.એસ. યુનિવર્સિટી વિવાદનું કારણ બની છે. ધોરણ 12માં નાપાસ થયેલી એક વિદ્યાર્થીનીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ગ્રેજ્યુએશન ડીગ્રીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દીધો હતો. એમ.એસ. યુનિવર્સિટીની આટલી મોટી બેદરકારી ધ્યાને આવતા વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ સર્જાયો છે.

વિદ્યાર્થીનીએ કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ પણ ચાલુ કરી દીધો હતો

મળતી માહિતી મુજબ વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ધોરણ 12માં નાપાસ થયેલી વિધાર્થિનીને ગ્રેજ્યુએશન ડીગ્રીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દીધો હતો. યુનિવર્સિટીના સત્તાધિશોએ જે તે સમયે બેદરકારી દાખવીને વિદ્યાર્થીની ફી સ્વીકારી રીસીપ્ટ પણ આપી દીધી હતી. જે બાદ વિદ્યાર્થીનીએ કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ પણ ચાલુ કરી દીધો હતો અને અભ્યાસ માટે વિદ્યાર્થીની છેલ્લા 6 મહિનાથી ટ્યુશનક્લાસમાં પણ જઈ રહી હતી.

બે દિવસ બાદ વિદ્યાર્થીનીને પ્રથમ વર્ષની પરીક્ષા છે

પરંતુ બે દિવસ બાદ વિદ્યાર્થીનીને પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી તેણી પી.એન.આર. નંબર લેવા માટે યુનિવર્સિટી ખાતે પૂછપરછ કરવા માટે ગઈ હતી. જ્યાં બેક ઓફિસના કર્મચારીએ તપાસ કરતા વિદ્યાર્થીની ધોરણ 12માં પાસ ન થઇ હોવાનું જણાયું હતું. અને વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે તેવું કહ્યું હતું. જે બાદ આ સમગ્ર બેદરકારીની ઘટના એમ.એસ. યુનિવર્સિટીમાં વાયુ વેગે ફેલાઈ ગઈ હતી.

કસુરવારો સામે પગલા લેવાની ઉગ્ર માંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીની ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પાસ ન થઇ હોવા છતાં યુનિવર્સિટીએ તેને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતા યુનિવર્સિટીએ વિદ્યાર્થીનીને ભૂલથી એડમિશન આપ્યું હોવાનું જણાવ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીની બેદરકારી અને ભૂલનો ભોગ વિદ્યાર્થીની બનતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે યુનિવર્સિટીના જુદા જુદા વિદ્યાર્થી સંઘોએ નાપાસ વિદ્યાર્થીનીને પ્રવેશ આપનાર કર્મચારી સામે સત્તાધીશો કડક પગલા ભારે તેવી માંગ કરી રહ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *