અમદાવાદ શહેરમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ એક્ઝામ 9મી ફેબ્રુ.થી શરૂ

0

[ad_1]

  • શહેર ડીઈઓ કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝામનો કાર્યક્રમ જાહેર
  • બોર્ડની પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે
  • સ્કૂલોને આગળના દિવસે મે-ઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.

અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા ધોરણ.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ડીઈઓ કચેરી દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમ મુજબ અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ એક્ઝામ તા.9 ફેબ્રુઆરીથી શરૂ થશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ધો.10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન એમ ત્રણ વિષયની પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાશે.

ડીઈઓ કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝાનના કાર્યક્રમ સાથે પરીક્ષા સંદર્ભે ગાઈડલાઈન પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો તા.9મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે અને તા.11મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. પ્રિ-બોર્ડ એક્ઝામનું સંપૂર્ણ સંચાલન બોર્ડની એક્ઝામની માફજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે. બોર્ડની પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે અને સ્કૂલોને આગળના દિવસે મે-ઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *