– ઉંચા ભાવે હીરા વેચવાનું કહી માસીના દિકરાએ જ ચુનો ચોપડયો
– બે વખત હીરાના પાર્સલ મંગાવી વિશ્વાસઘાત કરનારા સુરતના શખ્સ સામે બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાયો
ભાવનગર : ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા હીરાના વેપારીને તેના માસીના દિકરાએ ઉંચા ભાવે હીરા અપાવવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ.૧૪.૨૯ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.