ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચતા નાગરીકો ઠુઠવાયા

0

[ad_1]

Updated: Jan 23rd, 2023

– 12 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો 

– 24 કલાકમાં લઘુત્તમ તાપમાન થોડુ ઘટયુ, મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધ્યુ : ઠંડીના પગલે લોકો ગરમ વસ્ત્રોના સહારે 

ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઘટતા તેમજ ઠંડો પવન ફુંકાતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકોમાં ધુ્રજારો જોવા મળ્યો હતો. ભાવનગરમાં આજે સોમવારે લઘુત્તમ તાપમાન ઘટીને ૧ર ડિગ્રીએ પહોંચી જતા ઠંડી વધી હતી. ઠંડીના પગલે લોકો ગરમ વસ્ત્રોના સહારે જોવા મળ્યા હતાં. 

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સોમવારે મહત્તમ તાપમાન ર૬.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૩ર ટકા અને પવનની ઝડપ ૧ર કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન ર૪.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧ર.૬ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪પ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. છેલ્લા ર૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં ર ડિગ્રીનો વધારો થયો છે, જયારે લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, ભેજના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને પવનની ઝડપમાં ર કિલોમીટરની ઝડપ વધી હતી. છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને પવનની ઝડપ પણ વધી છે તેથી લોકો ઠંડીથી ઠુઠવાય ગયા હતાં. 

ઠંડો પવન ફુંકાતા લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. વહેલી સવારે તેમજ મોડીરાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની ખુબ જ ઓછી અવર-જવર જોવા મળી હતી. ઠંડી વધતા રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું. થોડા દિવસ હજુ ઠંડીનુ જોર યથાવત રહે તેવી શકયતા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *