ચૂંટણીમાં શ્રેષ્ઠ આયોજન બદલ સુરત જિલ્લા કલેકટરને પ્રશસ્તિપત્ર એનાયત

0

[ad_1]

Updated: Jan 25th, 2023

       સુરત

વિધાનસભાની
ચૂંટણી-૨૦૨૨ માં શ્રેષ્ઠ આયોજન અને ક્ષતિરહિત મતદાર યાદીની સુદ્વઢ કામગીરી બદલ ચૂંટણી
પંચ દ્વારા ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાંથી સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકને રાજય
ચૂંટણી પંચ દ્વારા પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત થયા છે.

ગાંધીનગર
નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજય
કક્ષાના મતદાતા દિવસની ઉજવણી થઇ હતી. તાજેતરમાં 
યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરનારા ચૂંટણી અધિકારીઓને
બિરદાવાયા હતા. જેમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આયુષ ઓક
દ્વારા ૧૬ વિધાનસભા મતદાર યાદીમાં યોજાયેલી ચૂંટણીમાં ક્ષતિરહિત મતદાર યાદી
બનાવવામાં આવી હતી. ઉપરાંત તેમણે નમુનેદાર
,
સફળ અને શ્રેષ્ઠ ચૂંટણી પ્રકિયા યોજી ઉતમ વહીવટી કામગીરીનો પરિચય
આપતા તેની રાજય ચૂંટણી પંચે ખાસ નોંધ લઇને રાજય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ તેમજ
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના હસ્તે પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર સુરત
જિલ્લા કલેકટરને એનાયત કરાયો હતો. આ ઉપરાંત આસિ. કલેકટર અને બારડોલી પ્રાંત
અધિકારી સ્મિત લોઢાને બારડોલી વિધાનસભા મતવિસ્તારની પ્રકિયામાં નિષ્ઠાપૂર્વક
કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા હતા. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *