ચીનનું સ્વપ્ન તૂટ્યું: 60 વર્ષમાં પહેલીવાર વસ્તીમાં ઘટાડો, આંકડાઓ જાહેર કર્યા

0

[ad_1]

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લાગ્યો ઝટકો
  • 60 વર્ષમાં પ્રથમ વખત વસ્તીમાં થયો ઘટાડો
  • દેશમાં 2022ની સરખામણીએ 850,000 ઓછા લોકો હશે

દુનિયામાં સૈન્ય અને આર્થિક તાકાતના જોરે રાજ કરી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મોટો ઝટકો લાગ્યો છે. ચીને દેશમાં વધતી વૃદ્ધોની વસ્તી અને ઘટી રહેલા જન્મ દર વચ્ચે 60 વર્ષમાં પ્રથમ વખત તેની એકંદર વસ્તીમાં ઘટાડો જાહેર કર્યો છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, દેશમાં 2022ના અંતમાં પાછલા વર્ષની સરખામણીએ 850,000 ઓછા લોકો હશે. બ્યુરો હોંગકોંગ, મકાઓ અને સ્વ-શાસિત તાઇવાન તેમજ વિદેશી રહેવાસીઓને બાદ કરતાં માત્ર મેઇનલેન્ડ ચીનની વસ્તીની ગણતરી કરે છે. ચીનમાં વસ્તી ઘટી રહી છે ત્યારે ભારતમાં વસ્તી વધી રહી છે. ચીન ટૂંક સમયમાં વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે મંગળવારે જણાવ્યું હતું કે, દેશની વસ્તી 1.041 મિલિયન મૃત્યુ સામે 9.56 મિલિયન જન્મ સાથે 1.411.75 અબજ છે. તેમાંથી 72.206 કરોડ પુરુષો અને 68.969 કરોડ મહિલાઓ છે. ચીન લાંબા સમયથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ ભારત ટૂંક સમયમાં તેનાથી આગળ નીકળી જશે તેવી શક્યતા છે. 1961 પછી પ્રથમ વખત ચીનમાં લોકોની વસ્તીનો દર નકારાત્મક બન્યો છે. તેથી આ ઐતિહાસિક ઘટાડો આવ્યો છે.

ચીનની વસ્તી 2022માં ટોચે પહોંચી

વર્ષ 2022ના અંતે ચીનની વસ્તી 1.41175 અબજ હતી જે એક વર્ષ અગાઉ 1.41260 અબજ હતી. ચીનની આ જાહેરાત એ યુગની શરૂઆત માનવામાં આવી રહી છે જ્યારે ચીનની વસ્તી ઘટશે. આ ત્યારે થયું છે જ્યારે ચીન વધુ બાળકો પેદા કરવા માટે પૈસા આપે છે. ચીનની સંસદના ટોચના અધિકારી કાઈ ફેંગે કહ્યું હતું કે, ચીનની વસ્તી વર્ષ 2022માં તેની ટોચે પહોંચી હતી. તે અપેક્ષા કરતાં ઘણું વહેલું થયુ હતું. મારો દેશ હવે નકારાત્મક વસ્તી વૃદ્ધિના સમયગાળામાં પ્રવેશવાનો છે.

ચીન હવે તેની ઘટતી જતી વસ્તીને કારણે ભારે તણાવમાં છે અને તેને ડર છે કે તેની પાસેથી વિશ્વની ફેક્ટરીનું બિરુદ છીનવાઈ શકે છે. હકીકતમાં ચીન સસ્તા મજૂરીના આધારે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વનું કારખાનું બનીને રહ્યું છે પરંતુ ઓછી વસ્તી તેના માટે સંકટ બની ગઈ છે. આટલું જ નહીં, તેની કાર્યકારી વસ્તી વૃદ્ધ થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને ચીન હવે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ ચલાવી રહ્યું છે જેથી લોકો બાળકોના ઉછેરમાં ઓછો ખર્ચ કરે અને તેઓ વધુને વધુ બાળકો પેદા કરે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *