સમિતિની શાળાના બાળકોને ટેમ્પામાં ખીચોખીચ ભરી સયાજીબાગ લવાયા

0

[ad_1]

  • કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ છતા બાળકો ઠેરના ઠેર
  • 21મી સદીના ભારતનું ભાવી થ્રી વ્હિલ ટેમ્પામાં કેદ કરાયું
  • ટેમ્પો જો પલટી ગયો હોય તો શું થાત વિચાર માત્ર ધ્રૂજારી ઉત્પન્ન કરાવે તેવો

નાગરવાડા -સલાટવાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના બાળકોને ઘેટા-બકરાની જેમ થ્રી – વ્હીલ ટેમ્પામાં ખીચોખીચ બેસાડી સયાજીબાગ પ્રવાસે લઈ જવાયાં હતા. અત્યંત જોખમી રીતે બાળકોને લઈ જવાતાં વિવાદનો ભડકો સર્જાયો છે. કેમ કે, જો અકસ્માતે આ માલવાહક થ્રી વ્હીલ ટેમ્પો જો પલ્ટી ખાઈ ગયો હોય તો શું થાત? તે સવાલ માત્ર ધ્રુજારી ઉત્પન્ન કરાવે તેવો છે.

નાગરવાડામાં શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત હિન્દી ભાષાની મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા આવેલી છે. શાળા સવાર અને બપોર એમ બે પાળીમાં ચલાવવામા આવે છે. દરમિયાન સવારની પાળીના આચાર્યએ સ્કૂલ પ્રવાસના ભાગરૂપે આજે શાળાના બાળકો માટે સયાજીબાગ ખાતે પ્રવાસનું આયોજન કર્યું હતુ. જેના ભાગરૂપે શાળાના બાળકોને થ્રી વ્હીલ ટેમ્પામાં ઘેટા-બકરાની જેમ ખીચોખીચ બેસાડી સયાજીબાગ ખાતે લઈ જવાયા હતા. થ્રી વ્હીલ ટેમ્પામાં આશરે આઠ વર્ષની બાળકી અને બાળક સાથે અન્ય 10-12 કે તેથી વધુ આશરે 14 વર્ષની વયના વિદ્યાર્થીઓને અત્યંત જોખમી રીતે ઉભા કરી લઈ જવાયા હતા. સરકાર કરોડો રૂપિયાની ગ્રાંટ સહાય કરી સમાજના જરૂરતમંદ અને આર્થિક રીતે નબળાં વર્ગના પરીવારોના સંતાનો તદનદ નિઃશુલ્ક રીતે શાળેય શિક્ષણ મેળવે તે માટે કટીબધ્ધ બન્યું છે. શિક્ષણની સુવિધા માટે કોઈ કમી કે કસર સરકાર રહેવા દેતી નથી. તમામ સહાય પૂરી પાડવાની સાથે બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે પણ ગ્રાંટ પૂરી પાડવામા આવે છે. તેવા સમયે આચાર્યએ થ્રી વ્હીલ માલવાહક ટેમ્પામાં બેસાડી બાળકોને પ્રવાસે લઈ જવાયાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *