Child Bad Eating Habit: આજકાલ, વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે, માતા-પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે. આવી પરિસ્થિતિઓમાં માતા-પિતા સમય બચાવવા માટે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો સહારો લે છે. બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે. તેમજ માતા-પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જામી તો લે છે. પરંતુ બાળકને જમાડવાનો આ ઈલાજ બાળકના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.