ચેતેશ્વર પૂજારાએ પેટ કમિન્સને વિશ્વનો હાલનો સૌથી ખતરનાક બોલર ગણાવ્યો

0

[ad_1]

  • 9 ફેબ્રુઆરીએ પૂજારા-કમિન્સ ફરી એકવાર સામસામે આવી જશે
  • પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12,000 રન પૂરા કર્યા
  • ટેસ્ટ કેરિયરમાં કમિન્સે અત્યાર સુધીમાં 47 મેચમાં 214 વિકેટ ઝડપેલી

ટીમ ઈન્ડિયાની નવી વોલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ વર્તમાન સમયમાં વિશ્વના સૌથી ખતરનાક બોલરનું નામ જણાવ્યું છે. આ બોલર અન્ય કોઇ નહીં પણ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ટીમનો કેપ્ટન પેટ કમિન્સ છે. કમિન્સ હાલમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર બિરાજમાન છે અને પૂજારાને લાગે છે કે તે હાલના સમયમાં સૌથી કઠિન બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં કમિન્સે પૂજારાને ભારે પરેશાન કર્યો છે. આ બન્ને ખેલાડીઓ ટેસ્ટમાં એકબીજા સામે 17 વાર આવ્યા છે અને તેમાંથી સાત વાર કમિન્સે પૂજારાને પેવેલિયન ભેગો કર્યો છે.

આગામી મહિને આ બે ખેલાડીઓ ફરી એકવાર સામેસામે આવી જશે જ્યારે નવ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટની સિરીઝ રમવા માટે ભારત આવશે. એક મુલાકાતમાં પૂજારાને જ્યારે વિશ્વના હાલના સૌથી ખતરનાક બોલર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પેટ કમિન્સનું નામ આપ્યું હતું. કમિન્સ ટેસ્ટ ક્રિકેટમાં 878 રેટિંગ્સ સાથે ટોચના ક્રમ પર છે. ટેસ્ટ કેરિયરમાં કમિન્સે અત્યાર સુધીમાં 47 મેચમાં 214 વિકેટ ઝડપેલી છે. ભારત સામે 10 ટેસ્ટમાં 43 વિકેટ ઝડપી ચૂક્યો છે.

પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12,000 રન પૂરા કર્યા

પૂજારાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની તૈયારી માટે પૂજારા હાલમાં રણજી ટ્રોફી રમી રહ્યો છે. આંધ્ર સામે તાજેતરમાં સંપન્ન થયેલી એક મેચમાં તેણે બીજી ઈનિંગમાં 91 રન કર્યા હતાં, જો કે તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો ન હતો. સૌરાષ્ટ્ર આ મેચમાં 150 રને પરાજિત થયું હતું. આ ઈનિંગ સાથે પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12,000 રન પૂરા કર્યા હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *