– મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ચાલતી શારીરિક કસોટી દરમિયાન કિસ્સો સામે આવ્યો
– ભેજાબાજે પોતાના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરીને ગુગલક્રોમમાં એડિટ કરીને પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી દીધો હોવાનો ઘટસ્ફોટ
મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલ પોલીસ હેડ કવાર્ટરના મેદાનમાં હાલ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરીક કસોટી પરીક્ષામાં સીફતપૂર્વક પોલીસ ભરતી બોર્ડનો ખોટો કોલ લેટર તૈયાર કરીને પહોંચેલા કલોલનો એક ભેજાબાજ ચકાસણી દરમિયાન પકડાઈ ગયો હતો. જેમાં પોતાના મિત્રના અસલી કોલ લેટરનો દુરૂપયોગ કરી પીડીએફ એડીટર એપ્લીકેશનના માધ્યમથી તેણે પોતાનું નામ લખી દઈ આબેહુબ રાજય પોલીસ ભરતી બોર્ડનો નકલી કોલલેટર તૈયાર કરી તેના આધારે પોલીસ ભરતીની શારીરીક કસોટીમાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.