વ્યાજખોરો સામે પોલીસ: 100 નંબર પર ફોન કરો અને ઓછા વ્યાજદરની લોન

0

[ad_1]

  • પોલીસ હવે લોન અપાવવામાં પણ થશે મદદરૂપ
  • ઓછા વ્યાજદરે લોન માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે
  • લોકોને વિવિધ 13 સ્કીમોને આધારે લોન અપાવશે

સુરત પોલીસે અનોખી પહેલ કરી છે. જેમાં વ્યાજખોરોના દૂષણમાંથી લોકોને હવે પોલીસ મુક્તિ અપાવશે. હવે પોલીસના 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. તેમાં ઓછા વ્યાજદરે લોન માટે રહેઠાણના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે.

અલગ-અલગ 13 સ્કીમોના આધારે લોન અપાવવામાં મદદ કરશે
ઉલ્લેખનીય છે કે પોલીસ હવે લોકોને અલગ-અલગ 13 સ્કીમોના આધારે લોન અપાવવામાં મદદ કરશે. જેમાં પોલીસે અલગ અલગ પ્રકારની સરકારી સ્કીમોમાં લોનનું વ્યાજ દર તેમજ કયા કયા ડોક્યુમેન્ટો આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે. તથા પોલીસ માનવતાના ધોરણે જરૂરીયાતમંદ લોકોને લોન અપાવવાનું પણ કામ કરશે.

વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં
રાજ્યભરમાં વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે.

મુહિમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અઠવાડિયું લંબાવી
ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી મુહિમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અઠવાડિયું લંબાવી છે, ત્યારે રાજકોટ અને સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રાજકોટ પોલીસના લોકદરબારમાં એક જ દિવસમાં 60 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *