30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીScam: આ પ્રકારનો ફોન આવે રહેજો સાવચેત, નહીં તો બેન્ક-એકાઉન્ટ થશે ખાલી

Scam: આ પ્રકારનો ફોન આવે રહેજો સાવચેત, નહીં તો બેન્ક-એકાઉન્ટ થશે ખાલી


જો તમારા પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવે અને પરિવાર કે અન્ય પરિજનની ઓળખાણ આપી કોલ મર્જ કરવાનું કહે તો ખાસ સાચવજો કારણકે સાયબર ગઠિયાઓ દ્વારા નવા ઓનલાઈન સ્કેમથી ક્ષણમાં જ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી મેસેજથી ઓટીપી મેળવવાના સ્કેમ (Phishing attack)ને બદલે કોલ કોન્ફરન્સ ટેક્નિકથી ઓટીપી મેળવી નવા સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે.

આ પ્રકારના સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા નજીકના પરિચિતની વિગત પણ રાખતા હોય છે, જેથી આસાનીથી સાયબર ફ્રોડ કરી શકાય. સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ કે જે પણ વ્યક્તિ ફ્રોડ કરવા ઈચ્છે છે તે ગમે તે રીતે ઓટીપી નંબર તમારો મેળવી લેશે અને ઓટીપી નંબર મોટાભાગે SMS થકી જ આવતો હોય છે. પરંતુ આ ફ્રોડમાં કોલ કરીને પણ તમારો ઓટીપી જનરેટ થઈ જાય અને તેનો ઉપયોગ કરીને ફ્રોડ કરી શકે છે.

કોલ મર્જિંગ સ્કેમ ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ

સાયબર ફ્રોડ કરનારા તમારી નજીકના વ્યક્તિઓ અંગેની પણ માહિતી એકત્રિત કરી રાખતા હોય છે અને જ્યારે તમને કોલ કરતા હોય છે, ત્યારે એવા પરિચિત વ્યક્તિનું જ નામ આપે છે કે જેની સાથે તમે સતત સંપર્કમાં હોવ છો. આ કોલ કોન્ફરન્સ સ્કેમની મોડસ ઓપરેન્ડી અંગે સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ આ સ્કેમની મોડ્સ ઓપરેન્ડી જણાવી જેમાં શરૂઆતમાં આપને એક કોલ આવશે, સાયબર ક્રિમિનલ તમને કોલ કરીને તમારા પરિચિત વ્યક્તિનો રેફરન્સ આપશે કે તમારો પરિચિત વ્યક્તિ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ રહ્યો છે. એમનો ફોન બગડ્યો છે અથવા ફોન બંધ છે એટલે નવા નંબરથી તમને હમણાં કોલ કરી શકે. પરંતુ હકીકતમાં તે સાયબર ક્રિમીનલ તમારો ફોન એટલે કે જે ઓટીપી છે તે કોલ દ્વારા મગાવતો હોય છે.

આ મોડસ ઓપરેન્ડીથી હમણાં ઘણા ગુનાઓ બન્યા

આમાં જે હેકર તમને કોલ કરીને જેવો તમારા પરિચિત વ્યક્તિનો રેફરન્સ આપે છે, ત્યારે તમારી પર જે કોલ આવે છે. તે ઓટીપી કોલ હોય છે અને જેવો તમે આ કોલ રિસીવ કરીને મર્જ કરશો એટલે તરત જ આ ઓટીપી હેકરને સંભળાઈ જશે, બીજી બાજુ આ જે હેકર છે તે પોતાના ડીવાઈસ દ્વારા તમારું બેન્ક એકાઉન્ટ ઓપન કરીને બેઠો હશે અને ઓટીપી મળવાની રાહ જોતો હશે. જેવો તમારો ઓટીપી સંભળાયો અને પ્રોમ્પ્ટ એક્શન લઈ તમારું બેન્ક એકાઉન્ટ તરત જ ખાલી કરી દેશે. આ મોડસ ઓપરેન્ડીથી હમણાં ઘણા ગુનાઓ બની રહ્યા છે.

સાયબર ક્રાઈમનો ભોગ બનવાથી બચવા આ કામ કરો

વર્તમાન સમયમાં સાયબર ફ્રોડની એવી ઘટનાઓ બની રહી છે, જેનાથી રોજ નવા પડકાર ઊભા થઈ રહ્યા છે. ક્યારેક લિંક મોકલીએ અને ક્લિક કરીએ તો એકાઉન્ટ ખાલી થઈ જાય, ક્યારેક એક ઈમેજ આવે એને ઓપન કરવા જાવ અને તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જાય, ઘણી વખત ઓટીપી આવે અને તમે એ ઓટીપી કોઈકને આપી દો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય. પરંતુ હવે સાયબર ક્રાઈમ કરનારા એના કરતાં પણ આગળ વધી ગયા છે. પહેલા ઓટીપી એસએમએસ થઈને આપતા હતા, પરંતુ હવે તેઓ કોલ કરીને આપણો ઓટીપી જનરેટ કરી દેતા હોય છે અને એના થકી જ આપણા બેન્ક એકાઉન્ટને હેક કરી એમાંથી તમામ નાણાં ઉપાડી લેતા હોય છે.

આપણે એક વસ્તુ નિશ્ચિત રાખવી પડશે કે આપણો કોઈ પણ પરિચિત વ્યક્તિ હોય એનો નંબર તમે સેવ કર્યો હોય તો તે જ નંબરથી કોલ ઉપાડવો ન કે કોઈ નવા નંબરથી કોલ ઉપાડીએ આ ઉપરાંત કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે જ્યારે તમે વાત કરો અને એ તમને કોઈક કોલ મર્જ કરવાની વાત કરે તો તમે એવો જ આગ્રહ રાખો કે એ કોલ એની ઉપર જ આવે અને એ જ કરે ના કે કોલ તમારી પર આવે અને તમે એને મર્જ કરો એટલે આ બધી બેઝિક વસ્તુની તકેદારી આપણે રાખવી જોઈએ કે જેનાથી આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી શકીએ.

સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર કોલ કરો

બચવાનો ઉપાય એ છે કે જ્યારે પણ ફોન આવે ત્યારે તમારે એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓ રોજ નવા નવા આઈડિયા થકી તમને ગુનાનો ભોગ બનાવી શકે છે. હવે જ્યારે એક કોલથી કોન્ફરન્સ કોલ જોડાયા બાદ તમને ખૂબ મોટું આર્થિક નુકસાન કરી શકે છે, ત્યારે આપણે આ બાબતથી સતર્ક કહેવું જોઈએ. જો તમે ભોગ બન્યા હોવ તો તમે તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર કોલ કરી અથવા નજીકના પોલીસ સ્ટેશને તરત જ ફરિયાદ કરો. NPCI – નેશનલ પેમેન્ટસ્ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પણ દરેક UPI યુઝર્સને આ સ્કેમને હળવાશથી ન લેવા તેમજ પોતાના એકાઉન્ટને પ્રાઈવસી સેટિંગ્સ અપડેટ કરવા તેમજ ખાસ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે, પરંતુ આખરે તમારી સતર્કતા જ રામબાણ ઉપાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય