કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની આરોગ્યમંત્રીને ફરિયાદ

0

[ad_1]

  • વિછીયા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ફરિયાદ
  • દર્દીને તપસ્યા વગર ગમે તે દવા આપતા હોવાની ફરિયાદ
  • ડૉ. હિન્દી બોલતા હોવાથી દર્દીની વાત સમજી શકતા નથી

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં ત્યાંના રહેવાસીઓ દ્વારા વિછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. સંજય સિન્હા વિશે ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં જતાં દર્દીઓ દ્વારા વ્યથા ઠાલવવામાં આવી હતી કે, ડૉક્ટર અમારી ભાષા સમજી શકતા નથી. તેમજ તેઓ હિન્દી બોલતા હોય છે એટલે વિછીયાના ગ્રામજનો પણ તેમની ભાષા સમજી શકતા નથી. તેમજ તેઓ દર્દીને તપાસ્યા વગર ગમે તે દવા આપતા હોય છે. દર્દીઓને તપાસ્યા વગર એક નક્કી કરેલ દવા આપી દેતા હોય છે. સ્થાનિક ડૉક્ટર ડૉ. સંજય સિન્હા દ્વારા આવી રીતે બેદરકારી દાખવવામાં આવે તે ત્યાંના રહેવાસીઓએ બિમારીમાં દૂર દૂર સુધી જવું પડતું હોય છે. આજે અચાનક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિછીયાની મુલાકાતે ગયેલ ત્યારે ત્યાંના લોકોએ તેમનો બળાપો ઠાલવ્યો હતો. જે ફરિયાદને ધ્યાને લઈને મંત્રી કુંવરજી બાવળીયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ફરિયાદ કરી હતી. વિછીયાના ડૉક્ટર અંગે ફરિયાદ જાણીને યોગ્ય કરવા જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *