ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય | OBC અનામત મામલે UP સરકારને રાહત

0

[ad_1]

ગુજરાત ગેસ કંપની દ્વારા આજ રોજ સી.એન.જી.ગેસના ભાવ વધારો કરાયો છે. જેમાં સી.એન.જી.ગેસના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 3.50નો વધારો કરવામાં આવ્યો છે. એકાએક CNG ગેસના ભાવમાં વધારો થતાં વાહનચાલકો પરેશાન થયા છે. ઉત્તર પ્રદેશની સ્થાનીય ચૂંટણીમાં ઓબીસી અનામતના મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. હાઈકોર્ટે ગયા વર્ષે 27 ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી ઓબીસી યાદીને નામંજૂર કરવામાં આવી હતી. હવે આ જ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને મોટી રાહત આપી છે. વાંચો દેશ વિદેશના મહત્વના સમાચાર..

રાજ્યની એક પણ શાળાનો ઓરડો જર્જરિત નહી હોય: ઋષિકેશ પટેલ

ગુજરાત સરકારની કેબીનેટ બેઠક આજરોજ મળી હતી. જેમાં મહત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સાથે જ સરકારના વિવિધ વિભાગોમાં મહેકમને લઈને પણ સમિક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા કેબીનેટના નિર્ણયો અંગે જણાવ્યું હતું કે રાજ્યની એક પણ શાળાનો એક પણ ઓરડો જર્જરિત નહિ રહે. રાજયની શાળાઓના ઓરડાઓનું સમારકામ કરવામાં આવશે.

અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાનો એક કેસ આવ્યો

અમદાવાદ સોલા સિવિલમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. જેમાં માસ્ક ફરજીયાત કરવા સોલા સિવિલના તબીબનું નિવેદન છે. તથા હાલ દર્દી ઓક્સિજન બેડમાં એડમિટ છે. તેમજ કોરોના વેકિસનના બે ડોઝ લીધા છે. તથા ત્રીજો ડોઝ દર્દીનો બાકી છે. તેથી બુસ્ટર ડોઝ બાકી ન રાખવા તબીબોની સલાહ છે. લોકમેળાવડા અટકાવવા તબીબોની અપીલ છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં રૂ. 3.50નો વધારો કરાયો

ગુજરાત ગેસ કંપની દ્વારા આજ રોજ સી.એન.જી.ગેસના ભાવ વધારો કરાયો છે. જેમાં સી.એન.જી.ગેસના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 3.50નો વધારો કરવામાં આવ્યો છે. એકાએક CNG ગેસના ભાવમાં વધારો થતાં વાહનચાલકો પરેશાન થયા છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં 500થી વધુ ઘરોમાં તિરાડો, સ્થાનિકોમાં ફફડાટ

ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં પડી રહેલી તિરાડો લોકો માટે ચારે બાજુ ખતરો ઉભો થયો છે. મકાનો અને ખેતરોમાં તિરાડો પડી ગયા બાદ હવે હાઈ ટેન્શન લાઈનના થાંભલાઓ પણ ત્રાંસા થઈ ગયા છે. જેના કારણે આસપાસના મકાનો પર ખતરો ઉભો થયો છે. આ સાથે ખેતરોમાં વાવેલા માલ્ટા અને સફરજનના વૃક્ષો પણ તિરાડોની ઉંડાઈને કારણે પડવા લાગ્યા છે.

સોનિયા ગાંધી રૂટીન ચેકઅપ માટે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી સાથે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં ગયા છે. તેમના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધી શ્વાસની બિમારીથી પીડિત છે.

OBC અનામત મામલે SC તરફથી યોગી સરકારને રાહત, હાઈકોર્ટના આદેશ પર સ્ટે

ઉત્તર પ્રદેશની સ્થાનીય ચૂંટણીમાં ઓબીસી અનામતના મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. હાઈકોર્ટે ગયા વર્ષે 27 ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી ઓબીસી યાદીને નામંજૂર કરવામાં આવી હતી. હવે આ જ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને મોટી રાહત આપી છે. હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે અન્ય પક્ષકારોને પણ નોટિસ આપી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.

પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ખળભળાટ, નવાઝ શરીફે મરિયમને પાર્ટીની ઉપાધ્યક્ષ બનાવી

સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તેમની પાર્ટીના નેતાઓને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે લોકોને એકત્ર કરવા માટે ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. નવાઝ શરીફે તેમની પુત્રી મરિયમ નવાઝને પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બનાવ્યા છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અને પાર્ટીની માહિતી સચિવ મરિયમ ઔરંગઝેબે પાર્ટી અધ્યક્ષ પીએમ શહેબાઝ શરીફ દ્વારા જારી કરાયેલી સૂચના પ્રદાન કરી હતી.73 વર્ષીય નેતાએ સત્તાધારી પક્ષના સભ્યોને ચૂંટણીની તૈયારી શરૂ કરવા અને ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી અને તેના પક્ષનો સામનો કરવા દરેક શહેરમાં જવા વિનંતી કરી હતી.

ઋષિ સુનકે બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થામાં કર્યો ધરખમ ફેરફાર

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક બુધવારે વર્ષ 2023 માટે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરશે. વર્ષના તેમના પ્રથમ ભાષણમાં તેઓ એક અસ્વસ્થ કન્ઝર્વેટિવ પાર્ટીને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરશે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનાક દેશના બાળકોને ગણિત પ્રણાલીમાં સક્ષમ બનાવવાના પ્રયાસરૂપે ઈંગ્લેન્ડના તમામ વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની વય સુધીમાં ગણિત ફરજિયાત બનાવવાની તૈયારીમાં છે જેથી યુકે વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી સાથે સ્પર્ધા કરી શકે.

2023માં માણસને મળશે એલિયન્સ, ઘરતી પર દેખાશે બીજી દુનિયાના પ્રાણી!

અત્યાર સુધી ઘરતીના જુદા જુદા ભાગો પર એલિયન્સ અથવા યુએફઓ જોવાના દાવા કરવામાં આવ્યા છે. હવે આ દાવાઓના આધારે એક નવો દાવો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 2023 એ વર્ષ છે જ્યારે એલિયન્સ આખરે ઘરતી પર ઉતરશે. લંડન, લાસ વેગાસ અને બ્રાઝિલમાં અલગ-અલગ લોકોએ યુએફઓ જોયા હોવાનો દાવો કર્યો છે. જો કે આ દાવામાં કેટલી સત્યતા છે તે કહેવું મુશ્કેલ છે. અત્યાર સુધી વિશ્વમાં એલિયન્સ સંબંધિત કોઈ દાવાની પુષ્ટિ થઈ નથી. પરંતુ ‘યુએફઓ શિકારી’ મેટ વેલ્સ કહે છે કે, ‘એલિયન્સ અમને સંદેશા મોકલી રહ્યાં છે’.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *