રૂ.56.53 લાખનું પેમેન્ટ નહીં ચુકવનાર નોઈડાના દંપતિ પૈકી મહિલા વેપારીની ધરપકડ

0

[ad_1]

દંપતિ સહિત ચાર સંચાલકે દલાલ મારફત સુરતના વેપારી પાસે રૂ.1.31 કરોડનો માલ મંગાવી પેમેન્ટ મુદ્દે એકમેક પર ઢોળવાનું ચાલુ કર્યું હતું

Updated: Jan 23rd, 2023

– દંપતિ સહિત ચાર સંચાલકે દલાલ મારફત સુરતના વેપારી પાસે રૂ.1.31 કરોડનો માલ મંગાવી પેમેન્ટ મુદ્દે એકમેક પર ઢોળવાનું ચાલુ કર્યું હતું

સુરત, : સુરતના પુણા કુંભારીયા રોડ સ્થિત સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા વેસુના કાપડ વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.1.31 કરોડનું કાપડ મંગાવી અડધું પેમેન્ટ કર્યા બાદ બાકી પેમેન્ટ રૂ.56.53 લાખ કરવાને બદલે એકબીજાને ખો આપી બાકી પેમેન્ટ નહીં કરનાર નોઈડાની પેઢીના દંપતિ સહિત ચાર સંચાલકો પૈકી મહિલા વેપારીની સારોલી પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતના વેસુ શૃંગાર રેસિડન્સી જી-603 માં રહેતા 51 વર્ષીય રૂપેશકુમાર પ્રેમકુમાર સાધ પુણા કુંભારીયા રોડ સ્થિત સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં એસ.એસ.ક્રિએશનના નામે કાપડનો વેપાર કરે છે.ઓગષ્ટ 2021 માં પરિચિત દલાલ પ્રમોદકુમારસિંઘે તેમની ઓળખાણ નોઈડાના સેક્ટર 63 માં પ્રીવેઇલીંગ કોર્પોરેશનના નામે ગારમેન્ટ બનાવી એક્ષ્પોર્ટ કરતા સુનીલકુમાર સુસારામલ ઉર્ફ સુખરામ પાલ ( રહે.91, છીપીયાના બુઝુર્ગ, ગૌતમબુધ્ધ નગર, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ ), અરૂણ જયપ્રકાશ શર્મા ( રહે.ઘર નં.324, સાંઇધામ એન્કલેવ, છીપીયાના વિજયનગર, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ ), પુજા વિજય ધીમાન અને તેના પતિ વિજય ધીમાન ઉર્ફે પંડીત બાસુ ( બંને રહે.ગલી નં.9, ઓમસાંઇ એન્કલેવ, છીપીયાના ગાંવ બુઝુર્ગ, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ ) સાથે કરાવી હતી.


ચારેયે 45 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી અને જો પેમેન્ટ આપવામાં વિલંબ થાય તો માસીક 2 ટકા વ્યાજ સાથે પેમેન્ટ ચુકવવાનો વિશ્વાસ આપી ધંધો શરૂ કરતા રુપેશકુમારે 15 સપ્ટેમ્બર 2021 થી 18 માર્ચ 2022 દરમિયાન કુલ રૂ.1,30,57,217 નું કાપડ મોકલ્યું હતું.તે પૈકી તેમણે રૂ.74,04,414 નું પેમેન્ટ કરી બાકી પેમેન્ટ રૂ.56,52,803 આપવાને બદલે એકબીજાને ખો આપવા માંડયા હતા.બાદમાં ગાળાગાળી કરી ધમકી આપતા રુપેશકુમારે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ભાગીદારો વચ્ચે તકરાર છે અને સુશીલકુમારે વિજય ધીમાન વિરુદ્ધ નોઈડામાં ફરિયાદ પણ કરી છે.આથી છેવટે રુપેશકુમારે ગત ગુરુવારના રોજ તમામ વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગતરોજ તે પૈકી મહિલા વેપારી પુજા વિજયકુમાર વાસુ ( ઉ.વ.35, રહે.ઘર નં.62, ઓમ સાંઇ એન્કલેવ, છીપીયાના બુજુર્ગ, ગ્રેટર નોઈડા, ગૌતમ બુધ્ધનગર, ઉત્તરપ્રદેશ ) ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *