આ સપ્તાહમાં અગાઉ જણવ્યા મુજબ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ તથા સાથી પક્ષોનો વિક્રમી વિજયના પગલે સપ્તાહના પ્રારંભિક તબક્કામાં બજાર મોટા ગેપઅપ સાથે ખુલ્યું હતું ત્યારબાદ ઉપરના સ્તરે ટક્યું નહતું અને એક નાની રેન્જમાં રમ્યા કર્યું પરંતુ સપ્તાહના અંતે ખાસ કરીને ગુરુવારે નેગેટિવ બંધ રહ્યું હતું.
ત્યારબાદ સપ્તાહનો સર્વોચ્ચ ભાવ ફ્રી જોવા ના મળ્યો, આ જોઈએ તો એકંદરે મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા ઉપર જણવ્યા મુજબ સોમવારે એફ્આઇઆઇ દ્વારા લાંબા સમય બાદ 9947કરોડની જંગી ખરીદી કરી હતી જેના પગલે રિટેલ રોકાણકારોમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું પરંતુ એ કિરણ ગુરુવારે ઠગારુ નીવડયું હતું ગુરુવારે 11756 કરોડની ચોખી વેચવાલીથી બધા હતપ્રભ થઇ ગયા હતા, પરંતુ સ્મોલ તથા મીડકેપમાં પસંદગીની જાતોમાં સારી ખરીદી જોવા મળી હતી જે સારી બાબત કહી શકાય આમ જોઈએ તો એવી લોકવાયકા છે તેજી શરૂઆત સ્મોલ-મીડકેપ્સ થી જ થતી હોય છે પણ આ તબક્કે એ કેહવું થોડું વેહલું થશે, હજી પણ જીઓપોલીટીકલ પરિસ્થિતિ ચિંતાજનક જ છે, વધુમાં GDP ના આંકડા નબળા આવતા બજાર માટે પડતા પર પાટુ જેવું થયું છે નાણાકીય વર્ષ 22024-25ના બીજા ક્વાર્ટરમાં અપેક્ષિત 6.5% ને બદલે 5.4% આવ્યા હતા છતાં આરબીઆઇના વાર્ષિક અંદાજ હજી પણ 7.2% પર યથાવત છે, હવે નવા સપ્તાહમાં સ્ટોક સ્પેસિફિક કામકાજ રહે એવી વકી છે, હજી પણ મોટી પોઝિશન ટાળવી હિતાવહ છે…
NIFTY 50 (બંધ ભાવ 24131) :- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી50 સાપ્તાહિક 481 પોઈન્ટ્સની વધઘટ બાદ 223 પોઈંટ્સના ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટીમાં સપ્તાહ દરમ્યાન ઉપર જણાવ્યા મુજબ મોટા ગેપઅપ બાદ 50દિવસના મુવિંગ એવરેજ નો અવરોધ નડયો હતો, આમ જોઈએ તો આખા સપ્તાહની હલચલ મોટેભાગે ગુરુવારે જ નોંધાઈ હતી 481 પોઈન્ટ્સ માંથી 472 પોઈન્ટ્સની હલચલ નોંધાઈ હતી, પરંતુ 24000ની ઉપર બંધ આવવું એ સારી બાબત કહી શકાય તથા સોમવારનો ગેપ પણ ફીલ થઇ ગયો છે, નવા સપ્તાહમાં પણ મિશ્ર સ્તર જોવા મળે 24350-24425 મહત્વના અવરોધ રહેશે તથા 23850-23500 મહત્વના સપોર્ટ રહેશે
NIFTY BANK ( બંધ ભાવ 52055):- આ સપ્તાહ દરમ્યાન નિફ્ટી બેંક સાપ્તાહિક 1490 પોઈન્ટ્સની વધઘટ બાદ 920 પોઈંટ્સના ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટી બેંકમાં પણ ગેપ અપ ઓપન થયું હતું, પણ નિફ્ટીની જેમ ગેપ ફીલ થયો નથી, એકંદરે 52000 ઉપર બંધ આપ્યું જે સારી બાબત કહી શકાય, અગાઉ જણવ્યા મુજબ નિફ્ટી બેન્કે 52500-50500 ની રેન્જ આ સપ્તાહમાં ઉપરમાં તોડવાનો પ્રયત્ન કર્યો ઉપરમાં 52760ના સ્તરને સ્પર્શી પાછી ફ્રી હતી, નવા સપ્તાહમાં 52750- 53000 અગત્યના અવરોધ રહેશે આ સ્તરો જો તુટસે તો નિફ્ટી બેંક એક નવો કીર્તિમાન સ્થાપે એવી વકી છે, નીચેમાં 51250-51000 સપોર્ટ રહેશે
આ સપ્તાહમાં એકંદરે ઉપર જણાવ્યા મુજબ મિશ્ર પ્રવાહોને પગલે ચોખ્ખો ટ્રેન્ડ નીકળીને આવ્યો નથી, હજી પણ બજાર જો ને તો ની જ ત્રિજ્યામાં જ રમી રહ્યું છે તો આ પરિસ્થિતિમાં સહેજ પણ ઉતાવળ કરવા કરતા શાંતિ થી ક્લીઅર ટ્રેન્ડ ની રાહ જોવી જ હિતાવહ છે, સ્મોલ તથા મિડકેપમાં સારા ફ્ંડામેન્ટલ્સ વાળા સ્ટોકસ પર નજર રાખવી, આઇટી સેક્ટરમાં નવા સપ્તાહમાં પ્રોફ્ટિ બુકિંગ જોવાય એવી વકી છે તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે સમયસર પ્રોફ્ટિ બુક કરવો ઘટે…