સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું. પરંતુ બપોરે 3.30 કલાકે માર્કેટ ક્લોઝિંગમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તેજી સાથે શરૂઆત બાદ શેર માર્કેટ મિશ્ર પ્રતિસાદ સાથે બંધ થયું હતું. ત્યારે બપોરે 3.30 કલાકે ક્લોઝિંગ દરમિયાન સેન્સેક્સ લીલા નિશાનમાં બંધ થયું. સેન્સેક્સમાં 35.62 પોઇન્ટનો નજીવો વધારો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 1.50 પોઇન્ટના ઘટાડા સાથે 25,809 અંક પર બંધ થયો હતો.
ઘટાડા સાથે માર્કેટ બંધ
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. રોકાણકારોની વેચવાલીથી શેરબજાર દિવસના ઉચ્ચ સ્તરેથી સરકી ગયું હતું. બજારમાં આ ઘટાડો એનર્જી અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી થયો છે. આઈટી શેરમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. આમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે ઉત્સાહ જોવા મળ્યો હતો.
માર્કેટ કેપમાં વધારો
બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નીચે બંધ થયા છે. પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાને કારણે લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 474.98 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 474.35 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 63000 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બજારમાં સૌથી વધુ ઉત્સાહ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 204 પોઇન્ટના ઉછાળા સાથે 60,358 પોઇન્ટ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 151 પોઇન્ટના ઉછાળા સાથે 19,331 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.