ભારતીય શેરબજાર આજે એટલે કે, 09 ઑક્ટોબરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ 600થી વધુ પોઈન્ટ વધીને ખુલ્યું હતું. જયારે માર્કેટ કલોઝિંગ દરમિયાન સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,467 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 31 પોઈન્ટ ઘટીને 24,981ના સ્તરે બંધ રહ્યો હતો. આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 670 પોઈન્ટ વધીને 56,110ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 31 ઘટ્યા અને 19 વધ્યા. એફએમસીજી અને ઓઈલ એન્ડ ગૅસ સિવાયના તમામ સેક્ટરમાં વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો
આજે કારોબારી સત્રના અંતે સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડા છતાં ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે. બીએઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 462.43 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂપિયા 459.50 લાખ કરોડ હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
સેકટોરિયલ અપડેટ
આજે સેન્સેક્સ માટે ટાટા મોટર્સના શેર સૌથી વધુ 2.15 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય ટેક મહિન્દ્રા 1.92 ટકા, મારુતિ સુઝુકી 1.80 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.66 ટકા, બજાજ ફાઈનાન્સ 1.57 ટકા, એક્સિસ બેન્ક 1.50 ટકા, ભારતી એરટેલ 1.44 ટકા, બજાજ ફિનસર્વ 1.35 ટકા, એચસીએલ ટેક પાવર 1.31 ટકા, જીઆરઆઈડી 1.31 ટકા. બંધ હતા. સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ટાઈટન, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેંકના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
મંગળવારે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 8 ઑક્ટોબરે સેન્સેક્સ 584 પૉઇન્ટના વધારા સાથે 81,634ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 217 પોઈન્ટ વધીને 25,013ના સ્તર પર બંધ થયો. આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 1,322 પોઈન્ટ વધીને 55,439 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઉપર અને 11 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઉપર અને 14 ડાઉન હતા. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 3.11%નો વધારો થયો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.