સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ પહેલી ઓક્ટોબર 2024થી પ્રત્યેક ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે રૂ.3.50ના સમાન દરની જાહેરાત કરી છે.
આ પગલાનો હેતુ 13 કરોડથી વધુ રોકાણકારો માટે ખર્ચને સુવ્યવસ્થિત કરવાનો છે. અલબત્ત મહિલા ડીમેટ ખાતાધારકો અને મ્યુચ્યુઅલ ફંડ તથા બોન્ડ આઈએસઆઈએનને લગતાં વ્યવહારો માટે રૂ.0.25નું ડિસ્કાઉન્ટ જારી રહેશે. સીડીએસએલએ આ અંગે એક્સચેન્જ ફાઈલિંગમાં જાણ કરી હતી.
ડિપોઝિટરીની આ જાહેરાતથી 13 કરોડથી વધુ રોકાણકારો જેઓ તેમની ડિપોઝિટરી જરૂરિયાતો માટે સીડીએસએલ પર આધાર રાખે છે, તેમના માટે ટ્રાન્ઝેક્શન ખર્ચને સરળ બનાવવાની અપેક્ષા છે. નવા દર માળખા ઉપરાંત સીડીએસએલએ જાહેરાત કરી હતી કે, અમુક ડિસ્કાઉન્ટ જારી રાખવામાં આવશે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ એશિયાની એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી અને 13 કરોડથી વધુ રોકાણકારો માટે સંપત્તિ કસ્ટોડિયન સમાન ટેરિફની જાહેરાત કરીને ખુશ છે. સીડીએસએલ જેવી ડિપોઝિટરી દ્વારા ટ્રાન્ઝેક્શન ખર્ચ એ ફી છે, જે ડીમેટ ખાતામાંથી શેર વેચવામાં આવે ત્યારે વસૂલવામાં આવે છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ (સીડીએસએલ)એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ની સાથે ભારતની બે મોટી ડિપોઝિટરીઓ પૈકીની એક છે. જેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી.