બ્રેઈન ડેડ મહિલાની કિડની અને લીવર દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું

0

[ad_1]

  • પાંડેસરાના સીંગ પરિવારે દાનની મહત્તા સાર્થક કરી
  • સુરતની સિવિલ હોસ્પિટલમાં 12મી વખત અંગદાન થયું
  • મકરસંક્રાંતિના દિવસે દાનનું મહત્વ સાર્થક થયું

મકરસંક્રાતીના દિવસે ભારતીય સંસ્કૃતિમાં દાનનું વિશેષ મહિમા વર્ણવાયો છે. ત્યારે પાંડેસરાના સીંગ પરિવારે બ્રેઈન ડેડ સ્વજનના અંગોનું દાન કરી મકરસંક્રાતીના દિવસે દાનની મહત્તા સાર્થક કરી બતાવી છે. બ્રેઈન ડેડ મહિલાની બંને કિડની અને લીવરનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન આપી સીંગ પરિવારે સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે.

પાંડેસરા ખાતે બમરોલ રોડ સ્થિત હિરાનગર-3માં રહેતા મંજુબેન પ્રમોદ સીંગ (ઉં.વ.62) ઉત્તરાયણ પર્વને લઈ ગત તા.12મીએ બહેનના ઘરે તલના લાડુ બનાવી રહ્યાં હતા. દરમિયાન બપોરના સમયે મંજુબેન અચાનક ચક્કર આવ્યાં બાદ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સ્થાનિક દવાખાના બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીંના તબીબોએ જરૂરી તપાસ કરતા પ્રેશર વધવાને કારણે મંજુબેનને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયુ હતું. બે દિવસની સઘન સારવાર બાદ રવિવારે મોડી રાત્રે ન્યુરોલોજીસ્ટ ડૉ. જય પટેલે તેમને બ્રેઈન ડેડ ઘોષિત કર્યા હતા. સિવિલના તબીબોએ મંજુબેનના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તબીબી ટીમની સમજણ બાદ મંજુબેનના પરિવારે મકરસંક્રાતીના દિવસે તેમની બંને કિડની અને લીવરનું દાન કરી દાનનો મહિમાં સાર્થક કર્યો હતો. રવિવારે વહેલી સવારે અમદાવાદની ટીમ બે કિડની અને લીવરનું દાન સ્વિકારી પરત ફરી હતી. સિવિલના આરએમો ડૉ. કેતન નાયક, ડૉ. ઓમકાર ચૌધરી, ડૉ. નિલેશ કાછડિયા, નર્સિંગ સ્ટાફ્, સિક્યોરિટી સહિતના સ્ટાફે અંગદાનની પ્રક્રિયાને સફળ બનાવી હતી. આમ, સિવિલમાં રવિવારે 12મી વખત અંગદાન કરવામાં આવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *