– ONGC કોલોનીના ગાર્ડની ગોળી અને ચપ્પુ મારી હત્યા થઈ હતી
– વર્ષ અગાઉ કરેલા હુમલાને મનમાં રાખી સિવાનના વિક્રાંતકુમાર રાજપૂતે તેના નાના ભાઈ અને અન્ય એક સાથે મળી હત્યા કરી હતી
સુરત, : સુરતના ભાટપોર જીઆઈડીસીમાં નવ દિવસ અગાઉ ઓએનજીસી કોલોનીના સિક્યુરીટી ગાર્ડની પેટમાં ગોળી મારી તેમજ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના સિવાન ખાતેથી બે ભાઈઓ નેપાળ ભાગી છૂટે તે પહેલા ઝડપી લીધા છે.ઝડપાયેલા ભાઈઓ પૈકી મોટો ભાઈ અગાઉ સુરતમાં મૃતક સિક્યુરીટી ગાર્ડ સાથે નોકરી કરતો હતો અને વર્ષ અગાઉ મૃતક ગાર્ડે નાણાંકીય લેતીદેતીમાં થયેલા ઝઘડામાં હુમલો કર્યાની અદાવતમાં તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના હજીરા રોડની ઓએનજીસી કોલોનીનો સિક્યુરીટી ગાર્ડ રોહિતગીરી મકસુદનગીરી ગૌસ્વામી ( ઉ.વ.