27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબોટાદઃ પ્રેમ સંબંધના મામલે બે શખ્સે છરીના ઘા ઝીંકી યુવાનની...

બોટાદઃ પ્રેમ સંબંધના મામલે બે શખ્સે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી


– ઘર પાસે આવેલી શેરીમાં યુવાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડાઈ 

– યુવાનના ઘરે આવી બંને શખ્સોએ પ્રથમ પિતા અને ભાઈને ધમકી આપી હતી, ગભીર હાલતે સારવારમાં રહેલાં : યુવાને દમ તોડતાં બનાવ હત્યામાં પરિણ્મયો

ભાવનગર : બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર ખાતે રહેતા યુવાનને યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનો કરુણ અંજામ આવ્યો હોય તેમ યુવતીનું વેવિશાળ થયું હોય બે શખ્સે આવીને યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકાના દેવળિયા ગામના વતની અને હાલ બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર એક ખાતર રહેતા જગદીશભાઈ વજુભાઈ મહેરીયા ગઈ તા.૨૧ના સાંજના ચારેક વાગ્યે તથા પિતા વજુભાઈ તથા જગદીશભાઈ પત્ની જ્યોતિબેન તથા નાનાભાઈ બીજલભાઈ ઉર્ફે હિતેશના પત્ની જયશ્રીબેન ઘરે હાજર હતા તે દરમ્યાન બે માણસો ઘરે આવેલા અને પિતાને  કહેલ કે તમારું નામ વજુભાઈ છે, જેથી પિતાએ કહેલ કે પણ તમારે કોનું કામ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય