બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા બીજીવાર માતા બનશે

0

[ad_1]

  • બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરીને ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા
  • પોતાના ચાહકોને બીજીવાર મા બનવાની ખુશી શેર કરી
  • જૂન 2021માં તુષાન ભીંડે સાથે લગ્ન કર્યા હતા

નવેમ્બર 2021માં બાળકીને જન્મ આપ્યાના એક જ વર્ષમાં બીજીવાર માતા બનવા જઈ રહી છે એલવિન બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા બીજીવાર મા બનવા જઈ રહી છે. એવલિન શર્માને બ્લેક સ્પોર્ટ્સ બ્રા પહેરેલી તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. જેમાં તે પોતાના ચાહકોને બીજીવાર મા બનવાની ખુશી શેર કરી છે. આ સાથે પોતાના બેબી બમ્પ પર ફ્લોન્ટ કર્યા છે. એવલિન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. એવલિને પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરની કેપ્શનમાં લખ્યું કે, ‘તને પોતાના ખોળામાં લેવા માટે વધુ રાહ નથી જોઈ શકતી. બીજુ બેબી આવી રહ્યું છે.’ એવલિનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં તેને શુભેચ્છાઓનો દોર શરૂ થઈ ગયો હતો. બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે તેના ચાહકો દ્વારા બીજી બાળકની માતા બનવાની શુભેચ્છાઓ પાઠવી હતી. નીલ નીતિન મુકેશએ લખ્યું કે, ‘માય ડિયરેસ્ટ… અભિનંદન. ખૂબ સારા સમાચાર આપ્યા છે તે.’ ઉલ્લેખનીય છે કે એવલિને જૂન 2021માં તુષાન ભીંડે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નવેમ્બર 2021માં એવલિને બાળકને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ એવલિન સોશિયલ મીડિયામાં પોતાની લિટલ પ્રિન્સેસ સાથેની તસવીરો શેર કરતી રહે છે. આ સાથે માતા દ્વારા બાળકને કરાવતા સ્તનપાન વિશે સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યાઓ વિશે પણ એવલિને પોતાની બ્રેસ્ટફિડિંગ કરાવતી તસવીર શેર કરીને અવેરનેસ ફેલાવવાનું કામ કર્યું છે.




[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *