બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હમણાથી તેના અને મલાઈકા અરોરાના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી પોતાના સંબંધોને જાહેર કરનાર અર્જુન અને મલાઈકા વચ્ચેના બ્રેકઅપના સમાચાર અચાનક મીડિયામાં આવ્યા હતા. અર્જુન પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે ફિલ્મ ‘સિંઘમ અગેન’માંથી ‘ડેન્જર લંકા’ના પાત્રમાં જબરદસ્ત કમબેક કર્યું છે. હવે એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાને રાત્રે 3 વાગ્યે મેસેજ કરવાની વાત કરી છે.
રાત્રે 3 વાગ્યે મેસેજ કર્યો
અર્જુન કપૂરે ખુલાસો કર્યો કે તેણે રાત્રે 3 વાગ્યે મેસેજ મોકલ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું બ્રેકઅપ પછી પણ તે એક્સના કોન્ટેકમાં છે તો અર્જુને મજાકમાં પૂછ્યું, ‘કોણ કહે છે કે તેણે ક્યારેય મલાઈકાને મેસેજ કર્યો નથી?’ અર્જુનનો આ જવાબ ખૂબ ચર્ચામાં આવ્યો અને તેણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે તેણે અનેક વાર આવા મેસેજ મોકલ્યા હતા. એ પણ રાત્રે 03 વાગ્યે. અર્જુને કહ્યું, ‘જે લોકો કહે છે કે તેણે ક્યારેય પોતાના એક્સને મેસેજ નથી કર્યો તે જુઠ્ઠા છે.’ જોકે હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે.
અર્જુન અને મલાઈકાના સંબંધો
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી બોલિવૂડની લોકપ્રિય જોડીમાંથી એક રહી છે. બંનેએ વર્ષ 2018માં ડેટિંગ શરૂ કરી હતી અને 2019માં તેમના સંબંધોને જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોમાં તણાવ હોવાના સમાચાર આવ્યા હતા.
બ્રેકઅપ બાદ અર્જુનનો ખુલાસો
અર્જુન કપૂરે તેના બ્રેકઅપ પછી બીજું નિવેદન આપ્યું હતું જ્યારે તે મુંબઈમાં દિવાળી પાર્ટીમાં ગયો હતો. આ પાર્ટીમાં તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘હવે હું સિંગલ છું.’ આ નિવેદન વાયરલ થયું અને અર્જુન સિંગલ હોવાની પુષ્ટિ થઈ. આ નિવેદને તેના પ્રશંસકો અને મીડિયાને ચોંકાવી દીધા, કારણ કે આ પહેલા અર્જુન અને મલાઈકાના સંબંધોમાં કોઈ મોટી તિરાડ નહોતી. લોકોતો રાહ જોતા હતા કે આ જોડી ક્યારે લગ્ન કરશે. જો કે આ સંબંધ પર પૂર્ણ વિરામ લાગી જતા પ્રશંસકો થોડા નીરાશ થયા છે.