વંદેભારત એક્સપ્રેસ માટે આવ્યો 'બોડીગાર્ડ', રેલવે મંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી

0

[ad_1]

  • રેલવેએ 622 કીમીના રૂટ પર મેટલ બેરિયર લગાવવાનું કર્યું નક્કી
  • પશ્ચિમ રેલવેએ 8 ટેન્ડર જાહેર કર્યા, કામ થયું શરૂ
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે અથડાતા પ્રાણીઓથી મળશે રાહત

રેલવેની સૌથી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી મુંબઈની વચ્ચે આવનારા દિવસોમાં વધુ ઝડપથી દોડશે. દેશના વ્યસ્ત રેલવે કોરિડોરમાં સામેલ અમદાવાદથી મુંબઈની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મેટલ કવચ અપાશે. પશ્ચિમ રેલવેએ મુંબઈ- અમદાવાદ રૂટ પર મેટલ બીમ ફેન્સિંગના નિર્માણનું કામ શરૂ કરી દેવાયું છે. તેનાથી આવનારા દિવસોમાં પ્રાણીઓના અથડાવવાની ઘટનાઓ પર અંકુશ લાગશે અને સાથે વંદેભારત વધુ ઝડપથી દોડશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે મેટલ બીમ ફેન્સિંગના કામનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. તેમાં મેટલ બીમ ફેન્સિંગની વચ્ચેથી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી છે.

 

245.26 કરોડ રૂપિયા કરાશે ખર્ચ

મુંબઈ- અમદાવાદ રેલવે કોરિડોર પર મેટલ બીમ ફેન્સિંગ લગાવવાના કામને શરૂ કરી દેવામા આવ્યું છે. તેની પર 245.26 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વેસ્ટર્ન રેલવે તરફથી મળતી માહિતી અનુસાર મેટલ બેરિયર ફેન્સિંગ મુંબઈથી અમદાવાદની વચ્ચે લગભગ 622 કીમીની લંબાઈને કવર કરશે. મેટલ બીમ ફેન્સિંગ લગાવવા માટે તમામ 8 ટેન્ડર આપવામાં આવ્યા છે. અનેક જગ્યાઓએ કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ કામ મે 2023ના અંત સુધી પૂરું થવાની આશા છે.

મેટલ બીમથી મુસાફરી બનશે સુરક્ષિત

વેસ્ટર્ન રેલવેના અનુસાર ટ્રેક પર લગાવાયેલા મેટલ બીમ ફેન્સિંગથી સુરક્ષા મળશે. આ વાડ મજબૂત છે કેમકે તેમાં 2 ડબલ્યૂ બીમ હોય છે. અત્યાર સુધી આ વાડનો ઉપયોગ રાજમાર્ગો અને એક્સપ્રેસ વેમાં કરાતો હતો. વેસ્ટર્ન રેલવેના આ પગલાથી અમદાવાદ- મુંબઈ રૂટ પર સતત 5 વાર વંદે ભારત એક્સપ્રેસથી પ્રાણીઓના અથડાવવાના બાદ આ પગલા લેવાયા છે. પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી મુંબઈના વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરી હતી. આ ટ્રેન ગુજરાતની રાજધાની ગાંધીનગરથી અમદાવાદ, સુરત અને વડોદરા થઈને મુંબઈ જાય છે. [ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *