ભારતીય ટીમને ફટકો, ઋતુરાજ ગાયકવાડ ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર

0

[ad_1]

  • ઋતુરાજ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
  • ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે
  • ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના કાંડામાં ઈજા થઈ છે. 25 વર્ષીય ઋતુરાજ રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી ગયો છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે.

BCCI ઋતુરાજથી નારાજ

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋતુરાજ હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે NCAમાં છે. મળતી માહિતી મુજબ BCCI ઋતુરાજથી નારાજ છે, કારણ કે બીજી વખત કાંડાની ઈજાના કારણે બીજી વખત ટીમમાંથી બહાર થયો છે. ગયા વર્ષે શ્રીલંકા સામેની ટી20 શ્રેણી પહેલા પણ ઋતુરાજને આવી જ ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું.

આ પછી, તે કોરોના પોઝિટિવ થયો હતો, જેના કારણે તે ગયા વર્ષે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઋતુરાજ સ્થાનિક ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે લડત આપી રહ્યો છે. હાલમાં, ઋતુરાજના સ્થાને ન્યુઝીલેન્ડ શ્રેણી માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પૃથ્વી શૉને ઓપનિંગમાં તક મળી શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર.

ભારત vs ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ

પ્રથમ T20 – 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20 – 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20 – 1 ફેબ્રુઆરી, અમદાવાદ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *