દિવસમાં કામની વચ્ચે એક બ્રેક લેવો જરૂરી છે. એવામાં હાથમાં એક ગરમ કપ કોફી હોય તો દિવસ સુધરી જાય છે. ખાસ કરીને મહિલાઓ માટે જે ઘર, ઓફિસના કામમાં વ્યસ્ત હોય છે. પોતાને સમય આપી નથી શકતી. તેઓને બ્લેક કોફી પીવી જોઈએ. બ્લેક કોફીથી એનર્જી મળે છે. જાણો કે બ્લેક કોફી મહિલાઓ માટે કેટલી ફાયદાકારક છે, અને તેને પીવાનો યોગ્ય સમય કયો છે.
એનર્જી બૂસ્ટર અને ફોકસ વધારવામાં મદદરૂપ
બ્લેક કોફીમાં કેફીન હોય છે જે મગજને એક્ટિવ રાખે છે અને ફ્રેશ રાખે છે. મહિલાઓ જે ઓફિસ અને ઘરના કામ કરીને થાકી જાય છે તેમને આ એનર્જી બૂસ્ટર એટલે કે બ્લેક કોફીનું સેવન કરવું જ જોઈએ. આ કોફી પીવાથી આળસ પણ ઓછી થાય છે અને શરીરને ઉર્જા આપે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
બ્લેક કોફી મેટાબોલિઝ્મને વધારે છે. જો તમારે વજન ઓછું કરવું છે તો વર્કઆઉટ પહેલા આ કોફીનું સેવન કરો તેનાથી ફેટ બર્નિગની ક્ષમતા વધી જશે. સાથે જ જો તમે વધુ પડતું ખાવાનું ટાળો છે ઓવરઈટિંગથી પણ બચી શકો છો.
સ્કિન માટે ફાયદાકારક
બ્લેક કોફીમાં રહેલા એન્ટીઓક્સીડેંન્ટસ સ્કિનને રેડિક્લસથી બચાવે છે, જે સ્કિનને ચમકીલી બનાવે છે અને સાથે વાળને પણ મજબૂત બનાવે છે.
મૂડને સુધારે છે અને સ્ટ્રેસ ઘટાડે છે
મહિલાઓને ઘણી બધી જવાબદીરઓ હોય છે તેનાથી તેમને સ્ટ્રેસ પણ વધે છે. બ્લેક કોફી મૂડને સુધારે છે. તે મગજમાં રહેલ ડોપામિન નામના હોર્મોને રિલીઝ કરે છે અને તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મન હળવું થાય છે.
ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક
રિપોર્ટ મુજબ જો તમે નિયમિત રીતે અને પૂરતી માત્રામાં આ કોફીનું સેવન કરો છો તો આ તમારા સ્વાસ્થ્યને સુધારે છે સાથે હાર્ટને પણ સુધારે છે. ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને ઓછું કરે છે.
બ્લેક કોફીને કયા સમયે પીવી
- સવારે ઉઠીને 1 કલાક પછી પી શકો છો.
- વર્કઆઉટ કર્યાના 30 મીનિટ પહેલા પી શકો છો.
- બપોરે ઊંઘ આવે તે કોફી પી શકો છો.
- દિવસમાં બે વારથી વધુ ના પીવી જોઈએ.
Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.