27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBJPનું સંગઠન પર્વ બન્યું વેગવાન, તાલુકા-જિલ્લા પ્રમુખો માટે વય મર્યાદા કરાઈ નક્કી

BJPનું સંગઠન પર્વ બન્યું વેગવાન, તાલુકા-જિલ્લા પ્રમુખો માટે વય મર્યાદા કરાઈ નક્કી


ભાજપનું 2024નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે સંગઠન પર્વમાં શરૂઆતમાં પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયું હતું. જેમાં 1 કરોડ 19 સદસ્યો જોડાયા હતા. ત્યારબાદ ભાજપના બીજા તબક્કામાં સક્રિય સદસ્યતા અભિયાન યોજાયું હતું. હવે ત્રીજા તબક્કામાં એટલે કે સંગઠન પર્વ શરૂ થયું છે.

જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો રહ્યા હાજર

જેમાં ભાજપ હવે બુથ સમિતિના પ્રકીય હાથ ધરશે. જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપ કમલમ ખાતે ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખો ધારાસભ્યો હાજર રહ્યા હતા. જો કે હાલ દિલ્લી ખાતે શિયાળુ સત્ર ચાલતું હોવાથી સાંસદો દિલ્લી ખાતે વર્ચ્યુઅલ જોડાયા હતા. જો કે આજે મળેલી બેઠક અંતર્ગત ભાજપના સંગઠન પર્વના સહ ચૂંટણી અધિકારી ધવલ દવેએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠન 2024 કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ હતી.

આજની બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં બુથ સમિતિ 30 નવેમ્બર સુધીમાં સમગ્ર ગઠન પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે. તેમજ પાર્ટીનું મૂળભૂત સમિતિ છે અને તેનું ગઠન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ બીજા તબક્કાની અંદર કાર્યશાળા ચાલશે.

580 મંડળના અધ્યક્ષની નિયુક્તિ કરાશે

ભાજપની આજની કાર્યશાળા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સંગઠન પર્વને અમે મહાપર્વ તરીકે ઉજવી રહ્યા રહ્યા છીએ. જેમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન પછી સક્રિય સદસ્યતા અભિયાન સક્રિય સદસ્ય અભિયાન અને હવે બુથ સમિતિનું ગઠન કરવામાં આવી રહી છે. ભાજપની તાકાત બુથ સમિતિનું ગઠન ગણવામાં આવે છે. બુથ સમિતિ ગઠન બાદ ભાજપ 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી મંડળની રચના થવાની છે. જેમાં 580 મંડળની મંડળ અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે, ત્યારબાદ એટલે કે 15 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ થવાની છે.

કોઈની પર આરોપ કે ફરિયાદ હોય તેમને પ્રમુખ પદ મળશે નહીં

નિયુક્તિ અંગે ભાજપે અવધિ નક્કી કરી છે. જેમાં ભાજપના તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે કે તાલુકા પ્રમુખ માટે મહત્તમ 45 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરવા આવી છે. ભાજપના નેતાઓને સંગઠન પર્વની કાર્યશાળામાં નિયુક્તિ અંગે સૂચના પણ આપી છે. એટલે કે હવે તાલુકા પ્રમુખ 40 વર્ષથી નીચેની વ્યક્તિ બની શકશે, જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ મહત્તમ 60 વર્ષથી નીચેની વ્યક્તિ જ બની શકશે. સાથે એ પણ ટકોર કરવામાં આવી છે કે જેના પર કોઈ આરોપ હોય ફરિયાદ હોય કે નાણાકીય બાબતોની ફરિયાદ હોય તો તેને પ્રમુખ પદે સ્થાન ના આપવું.

નવા પ્રદેશ પ્રમુખ કોણ?

આમસ ભાજપે આજે યોજાયેલી બેઠકમાં 5થી 15 ડિસેમ્બર સુધીમાં મંડળની રચના માટે તેમજ વયમર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું છે. ભાજપ તાલુકા અને શહેરી સાથે 580 મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરી કરશે. જ્યારે 15થી 30 ડિસેમ્બર સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણુકની પ્રક્રિયા હાથ કરશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ કોણ હશે, તે નામ દિલ્હીથી જાહેર કરવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય