ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો

0

[ad_1]

  • જૂન 2024 સુધી કાર્યકાળ લંબાવવામાં આવ્યો
  • ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લેવાયો નિર્ણય
  • અમિત શાહે નડ્ડાના એક્સ્ટેન્શનની જાહેરાત કરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. ભાજપના બંધારણ મુજબ પ્રમુખ પદની નિમણૂક ત્રણ વર્ષ માટે થાય છે. જેપી નડ્ડાના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, નડ્ડાએ વધુ એક વર્ષ માટે ભાજપના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે. 

 

ભાજપના ટોચના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજા દિવસે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ આગામી એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આગામી જૂન 2024 સુધી જે.પી. નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની ફરજ નિભાવશે.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *