ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા 2022 સુધીના પાંચ વર્ષમાં 5,270 કરોડ દાન મેળવ્યું

0

[ad_1]

  • આ ગાળામાં ઇશ્યૂ થયેલા કુલ ઇલેક્ટોરલ બોન્ડ પૈકી 57 ટકા ભાજપને મળ્યા
  • કોંગ્રેસે પાંચ વર્ષમાં ઇલેક્ટોરલ બોન્ડ્સથી 964 કરોડ
  • તૃણમૂલ કોંગ્રેસે 767 કરોડ મેળવ્યા

માર્ચ, 2018થી માર્ચ, 2022 સુધીના પાંચ વર્ષમાં ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી 5,270 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. ચૂંટણીપંચના ડેટામાં જણાવ્યાનુસાર આ સમયગાળામાં કુલ ઇલેક્ટોરલ બોન્ડ્સ પૈકી અડધાથી પણ વધારે ભાજપને મળ્યા હતા. રાજકીય પક્ષોએ ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મેળવેલા દાનના જાહેર કરેલા આંકડા પૈકી ભાજપે દર્શાવેલા આંકડા મુજબ તેને 2022 સુધીના પાંચ વર્ષમાં ઇલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી મળેલું 5,270 કરોડ રૂપિયાનું દાન આ ગાળામાં ઇશ્યૂ થયેલા કુલ 9,208 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડના 57 ટકા થાય છે. કોંગ્રેસ આ ગાળામાં ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા 964 કરોડ રૂપિયાનું (10 ટકા) દાન મેળવીને બીજા સ્થાને છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા 767 કરોડ રૂપિયાનું (8 ટકા) દાન મેળવ્યું.

ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા 2018માં 210 કરોડ, 2019માં 1,450 કરોડ, 2020માં 2,555 કરોડ, 2021માં 22.38 કરોડ અને 2022માં 1,033 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હતું. કોંગ્રેસે 2019માં 383 કરોડ, 2020માં 317 કરોડ, 2021માં 10 કરોડ અને 2022માં 253 કરોડ રૂપિયાનું જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 2019માં 97 કરોડ, 2020માં 100 કરોડ, 2021માં 42 કરોડ અને 2022માં 528 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હતું.

પોલિટિકલ ફન્ડિંગમાં પારદર્શિતા મુદ્દે ઇલેક્ટોરલ બોન્ડની ટીકા ભારતમાં રાજકીય પક્ષોને વ્યક્તિગત, કોર્પોરેટ દાન માટે 2017માં ઇલેક્ટોરલ બોન્ડ લવાયા હતા. આ બોન્ડ કોઇ પણ વ્યક્તિ કે કંપની ખરીદી શકે છે પરંતુ તેની ઓળખ ગુપ્ત રહે છે. તેના કારણે ઇલેક્ટોરલ બોન્ડના ટીકાકારોનું કહેવું છે કે તેનાથી ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને મની લોન્ડરિંગ પણ થઇ શકે છે. ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી પોલિટિકલ ફન્ડિંગમાં પારદર્શિતાનો અભાવ છે, જેનો ધનિક દાતાઓ ગેરલાભ ઉઠાવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે વ્યવસ્થા ઘડતા કાયદાઓને પડકારતી અરજીઓ મામલે આ મહિનાના અંતમાં સુનાવણી કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *