31 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
31 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસબિટકોઈન પ્રથમ જ વખત 77000 ડોલરની નવી સપાટીએ | Bitcoin hits new...

બિટકોઈન પ્રથમ જ વખત 77000 ડોલરની નવી સપાટીએ | Bitcoin hits new high of 77 000 for the first time



મુંબઈ : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ ક્રિપ્ટોકરન્સીસમાં શરૂ થયેલી રેલી સપ્તાહ અંતે પણ જળવાઈ રહી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન શુક્રવારે પહેલી જ વખત ૭૭૦૦૦ ડોલરને પાર જોવા મળ્યો હતો. બિટકોઈનની સાથે અન્ય ક્રિપ્ટોસમાં પણ સપ્તાહ અંતે સુધારો આગળ વધ્યો હતો.

શુક્રવારે બિટકોઈન ૭૭૧૦૫ ડોલર થઈ પ્રોફિટ બુકિંગે ઘટી ૭૬૭૦૦ આસપાસ કવોટ કરાતો હતો. બીજી મોટી ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ૩૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો હતો. 

હાલની રેલીમાં ખરીદદારો છથી બાર મહિના માટે પોઝિશનિંગ કરી રહ્યાનું જણાય છે. હાલની રેલી રિટેલ કરતા સંસ્થાકીય રોકાણકારોને કારણે વધુ જોવા મળી રહી છે. ૨૦૨૫માં ક્રિપ્ટોકરન્સીસ બજારમાં પ્રવૃત્તિમાં જોરદાર વધારો થવાની બજારના ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે.

અમેરિકામાં સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના અધ્યક્ષ ગેરી જેનસ્લરને હઠાવવાના ટ્રમ્પના પ્રયાસો હશે. છેલ્લા એક વર્ષમાં એસઈસી દ્વારા ક્રિપ્ટો ઉદ્યોગ સામે અનેક સખત પગલાં લેવાયા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય