રાજકોટમાં હોલમાર્ક વગરના દાગીના વેચનારા સામે BIS (Bureau of Indian Standards)એ તપાસ હાથધરી છે,જેમાં અલગ-અલગ સોની વેપારીના ત્યા બીઆઈએસની ટીમે તપાસ હાથધરી છે,મહત્વનું છે કે,સોની વેપારીઓ જે પણ સોનું વેચે છે તે સોનામાં હોલમાર્ક હોવો જરૂરી છે,જો હોલમાર્ક ના હોય તો તે સોનું કંઈ રીતે વેચી શકાય તે પણ એક સવાલ છે.
હોલમાર્ક વગરના દાગીના વેચનાર સામે તપાસ
રાજકોટમાં સોની વેપારીને ત્યાં BISની તપાસ યથાવત છે,આ ટીમે મનુભાઈ જવેલર્સમાંથી 72 ગ્રામ સોનું સીઝ કર્યુ છે સાથે સાથે પ્રાઈમ ઇમ્પેક્સ અને કબીર મેટલમાં પણ અધિકારીની ટીમે તપાસ હાથધરી છે,BISની ટીમની અલગ અલગ સ્થળે તપાસ કરી છે અને કાર્યવાહી કરી છે,આ તપાસમાં લગભગ મોટા સોનાના શો-રૂમના માલિકો છે તેમની સામે કરવામાં આવશે,કયારેક વધારે રૂપિયા કમાવવાની લાલચમાં વેપારીઓ હોલમાર્ક વિનાના દાગીના ગ્રાહકોને પધરાવી દેતા હોય છે.
મનુભાઈ જવેલર્સ માં તપાસ દરમિયાન 72 ગ્રામ સોનું મળી આવ્યું
આ સમગ્ર તપાસમાં વાત કરવામાં આવે તો હોલમાર્ક વગરનું સોનુ એજન્સી દ્વારા સીઝ કરવામાં આવ્યું છે,અને હોલમાર્ક વગરની એલ્યુમિનિયમની ફોઈલ અંગે પણ પ્રાઈમ ઇમ્પેક્સ અને કબીર મેટલમાં કાર્યવાહી કરવામાં આવી છે,વહેલી સવારથી ટીમે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો,બીઆઈએસની ટીમને બાતમી મળી હતી કે રાજકોટમાં કેટલાક વેપારીઓ હોલમાર્ક વગર જ સોનું વેચી નાખે છે જેને લઈ કાર્યવાહી હાથધરવામાં આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી આવી છે.
જાણો BIS એટલે શું
ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે.BIS દ્વારા, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, આજ સુધીમાં 22644 ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે,BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે,BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે.કેન્દ્ર સરકાર, BIS સાથે પરામર્શ કર્યા પછી, કલમ 16 ના પેટા-વિભાગો (1) અને (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કલમ 17 અને કલમ 25 ની પેટા કલમ (3) સાથે સંલગ્ન BIS એક્ટ, 2016 હેઠળ QCO પ્રકાશિત કરે છે. આ રીતે ઉત્પાદનોને BIS ફરજિયાત પ્રમાણન હેઠળ લાવવામાં આવે છે. આ QCOs ગ્રાહક દ્વારા ખરીદી કરેલ ઉત્પાદનો એ સંબંધિત ભારતીય માનકોની નિર્ધારિત જરૂરિયાતોને અનુરૂપ છે તેની ખાતરી કરીને ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.