રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું મોત

0

[ad_1]

Updated: Jan 23rd, 2023


મોરબીના ટીંબડી પાટિયા નજીક

ટંકારાના સજનપર ગામે ૧૯ વર્ષની પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોત

મોરબી :  મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક ટ્રકના ચાલકે બાઈક ચાલકને
અડફેટે લેતા બાઈકચાલક ૩૮ વર્ષના યુવાનના મોત થયું હતું. તો અકસ્માત બાદ વાહન
ઘટનાસ્થળે મૂકી ચાલક ફરાર થયો હતો.ટંકારા તાલુકાના સજનપર ગામમાં વાડીએ રહીને મજુરી
કરતી આદિવાસી પરિણીતાએ ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટીંબડી પાટિયા નજીક રહેતા
રાકેશભાઈ રામુભાઈ ચૌહાણે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે તેના
પિતા રામુભાઈ ભંગડાભાઈ (ઉ.વ.૩૮)  પોતાનું
બાઈક  લઈને ટીંબડી પાટિયા નજીકથી જતા હોય ત્યારે
રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રક કન્ટેનરના ચાલકે અકસ્માત સર્જ્યો હતા. અકસ્માતમાં બાઈક
ચાલક રામુભાઈ ચૌહાણને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને અકસ્માત બાદ
ટ્રક કન્ટેનર બનાવ સ્થળે મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રક કન્ટેનર
ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
.

મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ સજનપર ગામમાં વાડીએ રહીને
કામ કરતા રસીલાબેન દશરથભાઈ ભાખડા (ઉ.વ.૧૯) નામની આદિવાસી પરિણીતાએ વાડીએ કોઈ
કારણોસર ઝેરી દવા પી લેતા ૧૦૮ મારફત ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ
પરના ડોકટરે પરિણીતાને મૃત જાહેર કરી હતી. મૃતક પરિણીતાનો લગ્નગાળો આઠ માસનો
હોવાનું અને તે નિસંતાન હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ
દોડી ગઈ છે બનાવની નોંધ કરી વધુ તપાસ ટંકારા પીએસઆઈ ચલાવી રહ્યા છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *