પતંગની દોરીના કારણે બાઇક સવારને ગળામાં ઇજા

0

[ad_1]

ઉત્તરાયણ ગઇ છતાંય ઝાડ અને ઇલેક્ટ્રિકના તાર પર દોરા લટકે છે

Updated: Jan 23rd, 2023

 વડોદરા,ઉત્તરાયણ પછી  પણ હજી પતંગની દોરીના કારણે અકસ્માતો સર્જાય છે.વારસિયા પાણીની ટાંકી પાસેથી  પસાર થતા બાઇક સવારને પતંગની દોરીના કારણે ગળામાં ઇજા થઇ હતી.

શહેરમાં પતંગની દોરી હજી ઝાડ અને ઇલેક્ટ્રિકના તાર પરથી ઉતારવામાં તંત્ર ઉદાસીન છે.જેના કારણે આ દોરી રસ્તા પર પડવાથી અકસ્માતો થાય છે.આવા જ એક કિસ્સામાં આજવારોડ ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા દિનેશ હસારામ (ઉ.વ.૫૩) સાંજે બાઇક લઇને વારસિયા પાણીની ટાંકી પાસેથી જતા હતા.તે દરમિયાન  પતંગની દોરીના કારણે ગળાના ભાગે ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *