ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ અત્યાર સુધી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં ઓપરેશનકાંડમાં 4 સરકારી તબીબોના નામ ખૂલ્યા છે.સરકારી તબીબોની મદદથી ખોટા ઓપરેશન કર્યા હોવાની વાત સામે આવી છે.ક્રાઇમ બ્રાન્ચ કરી શકે સરકારી તબીબોની પૂછપરછ તો બીજી તરફ રૂપિયાની લાલચમાં સરકારી તબીબોનો પણ સાથ હોવાની વાત સામે આવી શકે છે,ગઈકાલે હોસ્પિટલમાં કરેલી તપાસમાં આવ્યું સામે છે.આરોપીઓને સાથે રાખી હોસ્પિટલમાં કરી હતી તપાસ.
નોટીસનો ના આપ્યો જવાબ
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલે બિનજરૂરી સારવાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવાની લાલચમાં દર્દીઓ પર ચીરફાડ કરાઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી)એ ત્રીજી નોટિસ પણ હોસ્પિટલના તબીબો, સીઈઓ વગેરેને આપી હતી, જોકે આરોપીઓએ જીએમસીની નોટિસની ઐસીતૈસી કરી હજુ સુધી જવાબ શુદ્ધા રજૂ કર્યો ન હોવાની બાબત સામે આવી છે.
હજી બે આરોપીઓ ફરાર
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે ચાર ફરાર આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને મિલિન્દ પટેલની ધરપકડ કરી લીધી છે. જેથી ખ્યાતિકાંડના ફરાર પાંચ મોટા માથા પોલીસના સકંજામાં આવ્યાં છે.જયારે હજી પણ અન્ય બે આરોપીઓ ફરાર છે.એક આરોપીએ જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે જયારે અન્ય એક આરોપી વિદેશમાં છે.
PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે.