રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યમાં ફરીવાર નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે

0

[ad_1]

જામનગર અને દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ શરુ થશે

આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ કામ આગળ વધશે

Updated: Jan 11th, 2023

image- facebook

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2023  બુધવાર

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ખેતીની જમીનનો રિ- સર્વે રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. 

વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી . આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ. 

ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ દ્વારા અનેક ફરિયાદો મળી
રાજ્ય સરકારને ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ દ્વારા અનેક ફરિયાદો મળી હતી. અગાઉ રિ સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *